SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. ઉપકથા જ્યારે કોઈ જાણીતી કથામાંથી કોઈ એક વ્યક્તિનું જીવનચરિત્ર આલખવામાં આવે ત્યારે ઉપકથા કહેવાય છે. ૧૦. બૃહત્કથા - જેમાં ઘણા માણસોનાં જીવનવૃત્તાન્તો વર્ણવવામાં આવ્યાં હોય, જેમાં અનેક અદ્ભુત પ્રસંગોનું નિરૂપણ થયું હોય અને જેના વિભાગોને લંભ કહેવામાં આવે છે તેને બૃહત્કથા કહે છે. “નરવાહનદત્ત' વગેરે ચરિત્રો બૃહત્કથાના પ્રકારનાં છે. આ બધા જ કથાસ્વરૂપના પેટા-ભેદો(પ્રભેદો) છે તેથી તેમની જુદી જુદી વ્યાખ્યાઓ આપવાનું ગ્રંથકારે જરૂરી માન્યું નથી. ગ્રંથકારે પોતે જ આઠમા સૂત્ર(૮.૮)ની વૃત્તિના છેલ્લા વાક્યમાં આવી સ્પષ્ટતા કરી છે(પૃ. ૪૬૫). જો કે, “વિવેક વ્યાખ્યામાં, ગ્રંથકારે જુદાં જુદાં અવતરણો રજૂ કરીને, ઉપાખ્યાન(૧૯૦), નિદર્શન(૧૯૨-૯૩), પ્રવહ્નિકા (૧૯૪), મળ્યુલ્લિકા-(૧૯૫૯૬), મણિકુલ્યા(૧૯૭), પરિકથા(૧૯૮), ખંડકથા(૧૯૯), ઉપકથા-(૨૦૦), અને બૃહત્કથા(૨૦૨) એ સર્વ પ્રભેદોની શ્લોકબદ્ધ, શાસ્ત્રીય, પ્રાચીન વ્યાખ્યાઓ આપી છે(૧૧). પણ સકલકથાને માત્ર ચરિત કહી, તેનું કોઈ શ્લોકબદ્ધ લક્ષણ ટાંક્યું નથી (વિવેકમાં આ સ્થળે અવતરણ ૨૦૦ પછી, અવતરણ ૨૦૧ નથી, પણ ૨૦૨ છે). ૪. “ચમ્પનું સાહિત્યસ્વરૂપ (૮.૯) શ્રવ્યકાવ્યનો ચોથો મહત્ત્વનો પ્રકાર છે-ચમ્પ. Tદ્યપદ્યમથી સાડૂ સોફ્રેવીસ વખૂટ (૮.૯) ચંપૂની રચના ગદ્ય તથા પદ્ય બંનેમાં(મિશ્ર) થાય છે. સામાન્ય રીતે, ‘ચંપૂ સંસ્કૃત ભાષામાં રચાયેલું હોય છે. એમાં કવિ, પોતાનાં કે બીજાનાં નામ અંકિત કરે છે, રજૂ કરે છે. એના વિભાગોને ઉચ્છવાસ કહે છે. વાસવદત્તા અને દમયન્તી” એ બે સંપૂરચનાઓ આ પ્રકારના સાહિત્યના દૃષ્ટાન્તરૂપ છે. ૫. અનિબદ્ધ રચના-સ્વરૂપ (૮.૧૦) હેમચન્દ્રાચાર્યના મતે મુક્તક વગેરે લધુ સાહિત્યસ્વરૂપો ‘અનિબદ્ધ કહેવાય છે ઃ નિવદ્ધ મુદ્રિ II (૮.૧૦) મુક્તક, ૨. અંદાનિતક, ૩. વિશેષક, ૪. કલાપક, ૫. કુલક, ૬. પર્યા, ૭. કોશ, વગેરે પ્રથકાવ્યના અનિબદ્ધ પ્રકારો છે. સંસ્કૃત સાહિત્ય, અસંખ્ય, સુંદર, ૫૯૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy