SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે સૌ જાણે છે. મહાભારતમાં “નલોપાખ્યાન” આ જ પ્રકારનું સાહિત્યસ્વરૂપ છે. ઉપાખ્યાન જયારે અભિનયપૂર્વક, ભાવપૂર્વકની કથનશૈલીમાં સાજસંગીત સાથે ગાઈને એક જ ગ્રંથિક રજૂ કરે છે ત્યારે તે આખ્યાન કહેવાય છે; ગોવિંદ-આખ્યાન' આનું દૃષ્ટાંત છે. નિદર્શન એ કથાત્મક સાહિત્યરૂપ આથી જરા જુદું હોય છે. જેમાં પ્રાણીઓ, પંખીઓ, કે નીચ પાત્રોની ચેષ્ટાઓ વડે બોધ આપવામાં આવે છે તે નિદર્શન (કથા) કહેવાય છે. વિષ્ણુશર્માકૃત “પંચતંત્ર', અને દામોદરગુપ્તકૃત કુટ્ટ નીમત’ એ નિદર્શનનાં જાણીતાં દૃષ્ટાંતો છે. 3. પ્રવહ્નિકા એ એવું કથાત્મક સ્વરૂપ છે જેમાં બે જણનો વિવાદ કે વાર્તાલાપ વર્ણવવામાં આવે છે અને એ બન્ને જણ, અડધી પ્રાકૃત ભાષામાં વાતાલાપ કરી. એ વાર્તાલાપ દ્વારા, કથાને વર્ણવે છે. ચેટક ઇત્યાદિ “પ્રવહ્નિકા'ના નમૂના છે. ૪. મળ્યુલ્લિકા એ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં અથવા પૈશાચી બોલીમાં રચાયેલી કથા છે. એનું વિષયવસ્તુ સુદ્ર કે તુચ્છ બાબતને લગતું હોય છે. વળી, જે કથામાં પુરોહિત, મંત્રી કે તાપસનો, આરંભેલું કાર્ય પૂરું ન કરવા માટે, ઉપહાસ કરવામાં આવે છે તે પણ મળ્યુલ્લિકા કહેવાય છે. ગોરોચના તથા અનંગવતી એ બે કથાઓ “મન્વલ્લિકા'ના નમૂના ગણાય છે. ૫. મણિકુલ્યા પણ કથાપ્રકાર છે. તેમાં પહેલાં વસ્તુ દેખાતી નથી; પણ પાછળથી પ્રકાશિત થાય છે. મસ્તહસિતા વગેરે એના નમૂના છે. ૬. પરિકથા એ વિલક્ષણ કથાપ્રકાર છે. જેમાં એકાદ ધર્મ ઇત્યાદિ પુરુષાર્થને અનુલક્ષીને અનેક વૃત્તાંતો, અનેકવિધ પ્રકારે વર્ણવાય છે. શૂદ્રકથા એ પરિકથાનો નમૂનો છે. ૭. ખંડકથામાં જાણીતી કથાનો એક ભાગ, મધ્યમાંથી કે અંત ભાગમાંથી, વર્ણવવામાં આવે છે. ઈન્દુમતી વગેરે ખંડકથાના નમૂના છે. ૮. સકલકથા એ પૂર્ણ કથા છે. જેમાં કથાના બધા જ પ્રસંગોનું, ફળપ્રાપ્તિ થાય થાય ત્યાં સુધી, વર્ણન કરવામાં આવે છે : સમસ્તનાનેતિવૃત્તવર્ષના | ‘સમરાદિત્યકથા” એ સકલકથાનો નમૂનો છે. વિવેવ (પૃ. ૪૬૫)માં ટિપ્પણ કરતાં ગ્રંથકાર સકલકથાને “ચરિતમ્' કે “ચરિત' કહે છે. ૫૯૩ ૨૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy