________________
હેમચન્દ્રાચાર્યની મહાકાવ્ય વિભાવના બહુ ચુસ્ત નથી
સૂત્રમાં પ્રાયઃ(સામાન્ય રીત) કહ્યું છે તેનો અર્થ એ છે કે, સંસ્કૃત ભાષામાં રચાયેલાં હરિપ્રબોધ વગેરે મહાકાવ્યોમાં (સર્ગને બદલે) આશ્વાસકોની યોજના છે તે દોષરૂપ નથી. વળી, “પ્રાયઃના પ્રયોગને કારણે, મહાકાવ્યમાં આદિથી અંત સુધી એક જ છંદનો પ્રયોગ થાય તેમાં પણ દોષ નથી; ઉદા. ત. “રાવણવિજય', ‘હરિવિજય” અને “સેતુબંધ'. ૨. આખ્યાયિકા (૮.૭)
આખ્યાયિકા એ શ્રવ્યકાવ્યનો બીજો ભેદ છે. આખ્યાયિકા એ કોઈ અસાધારણ વ્યક્તિની આત્મકથા છે. જે કથાનો નાયક, અલબત્ત, એ અસાધારણ વ્યક્તિ જ હોય છે. નાયક પોતે જ કથા કહે છે. એમાં વકત્રા અને અપરવકત્રા છંદોમાં, ભાવિ ઘટનાઓની આગાહી કરતા, શ્લોકો આવે છે અને તેનાં પ્રકરણો, ઉચ્છવાસ તરીકે ઓળખાય છે. એ સંસ્કૃતમાં રચાય છે અને ગદ્યમાં હોય છે. જો કે, થોડાક પ્રાસ્તાવિક લોકો એમાં આવે તો તેથી આખ્યાયિકાના સ્વરૂપને બાધ આવતો નથી. બાણભટ્ટનું ‘હર્ષચરિત' ગદ્યકાવ્ય, આખ્યાયિકાના સાહિત્યસ્વરૂપનો ઉત્તમ નમૂનો છે. આમ, નાયકથી જે કહેવાય છે, જેમાં વકત્રા-અપરવકત્રા છંદોમાં રચાયેલાં શ્લોકો ભાવિ અર્થ સૂચવે છે, જે ઉચ્છવાસોમાં વિભાજિત છે અને જે સંસ્કૃત ગદ્યમાં રચાયેલી છે તે “આખ્યાયિકા' કહેવાય છે(૮.૭). ૩. કથા (૮.૭)
કથા એ શ્રવ્યકાવ્યનો ત્રીજો ભેદ છે. આનું સ્વરૂપ આધુનિક નવલકથાને મળતું આવે છે. હેમચન્દ્રાચાર્યના મતે કથા ગદ્યમાં અથવા પદ્યમાં હોય છે અને તે સંસ્કૃત, પ્રાકૃત કે બીજી કોઈ ભાષામાં-બલકે બધી જ ભાષાઓ(સર્વ ભાષા)માં રચી શકાય છે. ગદ્યમાં રચાયેલી કથાનું દૃષ્ટાન્ત છે, બાણ ભટ્ટની પ્રસિદ્ધ કાદમ્બરી'(કથા) જે સંસ્કૃત ગદ્યકાવ્યનો શ્રેષ્ઠ નમૂનો છે. પદ્યમાં રચાયેલી કથાનું ઉદાહરણ છે - “લીલાવતી' કથા.
કથાનો નાયકધીરશાન્ત હોય છે અને તેની કથા બીજો કોઈ (કવિ) આલેખે છે. અન્ય કથાસ્વરૂપો
હેમચન્દ્રાચાર્ય અન્ય કથાસ્વરૂપોનું પણ વિવરણ પ્રસ્તુત કરે છે. ઉપાખ્યાન'નો સાહિત્ય પ્રકાર પણ ગ્રંથકાર માન્ય રાખે છે. મોટા પ્રબંધમાં, વાચકોને બોધદાયક થાય તેવાં ઉપાખ્યાનો કે આડકથાઓ આવે
૧.
પ૯૨