________________
૧. કાવ્યના રસને અનુરૂપ શબ્દસંદર્ભ હોવો જોઈએ; રતિના પ્રકર્ષમાં કોમલ
પદાવલી, ઉત્સાહના પ્રકર્ષમાં પ્રૌઢ પદો, ક્રોધના પ્રકમાં કઠોર પદો, શોકના પ્રકર્ષમાં મૃદુ પદો, વિસ્મયના પ્રકર્ષમાં ફુટ પદો પ્રયોજવાં જોઈએ. માધવ
કવિ કહે છે નૈનોન: પ્રસાલો વા રસમાવવ: વેઃ I (શિશુ. ૨.૮૩). ૨. કાવ્યના અર્થ(રસ)ને અનુરૂપ છંદો યોજવા જોઈએ - જેમ કે, શંગારમાં
દુતવલંબિત વગેરે, વીરમાં વસંતતિલકા આદિ, કરુણમાં વૈતાલીય વગેરે,
રૌદ્રમાં સ્ત્રગ્ધરા વગેરે. પણ, શાર્દૂલવિક્રીડિત સર્વત્ર પ્રયોજી શકાય છે. ૩. કાવ્ય બધા જ લોકોનું મન હરી લેનારું, “સમસ્તલોકરંજક થવું જોઈએ. ૪. કાવ્યનાં વાક્યો સારા અલંકારોથી યુક્ત હોવાં જોઈએ. ૫. દેશ, કાળ, પ્રવૃત્તિ, પાત્રવર્ગ વગેરેના સંબંધમાં ઔચિત્યનું પાલન કરવું
જરૂરી છે. ૬. એમાં બીજી ગૌણ કથાઓ યોજી શકાય છે. ૭. કાવ્યમાં (દંડીના) બે માર્ગોનું અનુસરણ કરવું જોઈએ. આ સંદર્ભમાં
દંડીના બે શ્લોકો (૧.૨૧-૨૨) અહીં રજૂ કરવામાં આવ્યા છે : ૧. પહેલાં નાયકના ગુણોનું સરસ વર્ણન કરવું અને તે પછી પ્રતિનાયકના
ગુણોનું. આ રીતે નાયકદ્વારા પ્રતિનાયકના નિરાકરણનું નિરૂપણ થઈ
શકે છે. ૨. નાયકના વંશાદિના વર્ણનની પહેલાં પ્રતિનાયકના વંશ વગેરે વર્ણવવા
જેથી તેવા પ્રતિનાયક પર વિજય મેળવીને નાયક ઉત્કર્ષથી સંપન્ન જણાય છે. (દંડીના “કાવ્યાદર્શના પ્રથમ પરિચ્છેદના શ્લો. ૧૪ થી ૨૨નો આ સંદર્ભમાં ઉલ્લેખ કરવો જરૂરી છે.) અહીં “માર્ગ' એ સંજ્ઞા
કવિઓની પરંપરા સૂચવે છે. “મહાકાવ્ય'ના વિવિધ નમૂના
હેમચન્દ્રાચાર્યે જુદી જુદી ભાષાઓમાં રચાયેલાં મહાકાવ્યોના દાખલા રજૂ કર્યા છે. સંસ્કૃત ભાષામાં રચાયેલું સર્ચબદ્ધ કાવ્ય; જેમ કે હયગ્રીવવધ વગેરે; પ્રાકૃત ભાષામાં રચાયેલું આશ્વાસકબદ્ધ કાવ્ય; જેમ કે, સેતુબન્ધ વગેરે; અપ્રભ્રંશ ભાષામાં નિબદ્ધ, સન્ધિબધ(સંધિઓમાં વિભાજિત) કાવ્ય; જેમ કે, અબ્ધિમંથન વગેરે અને લોકભોગ્ય અપ્રભ્રંશ ભાષામાં કે ગ્રામજનતાની બોલીઓમાં રચાયેલું, અવસ્કન્ધબંધ કાવ્ય; જેમ કે, ભીમકાવ્ય વગેરે.
જ
૫૯૧