________________
- ૨.
આ બધું જોવા મળે છે. વળી, કાવ્યના આરંભિક ભાગમાં વક્તવ્ય અર્થનો નિર્દેશ કરવો જોઈએ; કાવ્યનું પ્રયોજન જણાવવું જોઈએ. અને કવિની પ્રશંસા, સજ્જનપ્રશંસા અને દુર્જનની નિંદા પ્રસ્તુત કરવી જોઈએ. ‘સેતુબંધ',
રાવણવિજય’, ‘હરવિલાસમાં આ બધું જોવા મળે છે. ૫. કાવ્યમાં કઠિન શબ્દચિત્રો, યમક, શ્લેષ આદિથી યુક્ત સર્ગ કે સર્ગો હોવા
જોઈએ. અને ૬. કાવ્યના સર્ગને અંતે અથવા કાવ્યની સમાપ્તિમાં વિશિષ્ટ શબ્દો, કર્તાનું
નામ, ઇષ્ટનું નામ, મંગલ, વગેરે હોવાં જોઈએ(વિવેક, પૃ. ૪૫૭). અર્થવૈચિત્ર્ય ૧. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો કાવ્યથી સધાય છે. તેથી
કાવ્યમાં એક કે વધુ પુરુષાર્થોને કવિએ નજર સમક્ષ રાખવા જોઈએ. આ મુક્તકમાં બની શકતું નથી.
કાવ્યનો નાયક ચતુર તથા ઉદાત્ત ચરિત્રથી સંપન્ન હોવો જોઈએ. ૩. કાવ્ય રસો અને ભાવોથી ભરપૂર હોવું જોઈએ. ૪. કાવ્યમાં સારાં કાર્યોને આદર થવો જોઈએ; અને ખરાબ કાર્યોનો નિષેધ
હોવો જોઈએ. વળી કવિન્યાયે લક્ષમાં રાખીને વર્ણન-નિરૂપણ કરવું
જોઈએ. ૫. નવા કવિએ શબ્દાર્થ, શૈલી વગેરે એવી રીતે યોજવાં જોઈએ કે જેથી
રસજમાવટ થાય અને પ્રબન્ધની સુંદરતા વધે.
કાવ્યમાં નગર, આશ્રમ, પર્વત, છાવણી વગેરેનું વર્ણન હોવું જોઈએ. ૭. કાવ્યમાં ઋતુ, રાતદિવસ, સૂર્યાસ્ત, ચંદ્રોદય વગેરેનું વર્ણન કરવું જોઈએ. ૮. નાયક, નાયિકા આદિનાં મનોરમ પાત્રચિત્રણોથી કાવ્ય સુંદર બનવું
જોઈએ. ૯. કાવ્યમાં રાજકાજ, યુદ્ધ, વિજય વગેરે ઘટનાઓનું નિરૂપણ કરવું જોઈએ. ૧૦. વનવિહાર, જલક્રીડા, મધુપાન, રૂસણાં-મનામણાં, રતોત્સવ વગેરે કાવ્યમાં
વર્ણવવાં જોઈએ. ઉભયવૈચિત્ર્ય
શબ્દ તથા અર્થ એટલે કે આકાર અને અંતસ્તત્ત્વ બન્નેના સૌંદર્ય વિશે નીચેના મુદા નોંધપાત્ર છે :
૫૯૦