SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંધિથી એ સુંદર બનેલું હોય છે આ પંચસંધિ મહાકાવ્યનું અનિવાર્ય અંગ હોય છે. ૫. એમાં સુંદર અર્ધોવાળા સુંદર શબ્દો હોય છે. પંચસંધિ ઉપર દર્શાવેલી પાંચ પ્રકારની સંધિ નાટકનું વિશિષ્ટ અંગ છે અને તેથી ભરતમુનિએ નાટ્યશાસ્ત્રના ઓગણીસમા અધ્યાય(૩૯-૪૩)માં એ પંચસન્ધિનું વર્ણન કર્યું છે. તેથી શ્રી હેમચન્દ્રાચાર્ય, ‘નાટ્યશાસ્ત્ર’માંથી સંબંદ્ધ પાંચ શ્લોક(અવતરણ-૬૭) રજૂ કરે છે. આ પાંચ સંધિઓનો જ્યારે બીજ, બિંદુ, પતાકા, પ્રકરી અને કાર્ય એ પાંચ અર્થપ્રકૃતિઓ સાથે તથા આરંભ, યત્ન, પ્રાપ્ત્યાશા, નિયતાપ્તિ અને ફલાગમ એ પાંચ અવસ્થાઓ(દ. રૂ. ૧.૧૮-૧૯) સાથે સુમેળસમન્વય સધાય છે ત્યારે, કથાવસ્તુનો, આદિ, મધ્ય અને અંત સાથે, સુવ્યવસ્થિત વિકાસ થાય છે. આકાર અને અંતસ્તત્ત્વનું સૌંદર્ય મહાકાવ્ય શબ્દ તથા અર્થના સૌંદર્યથી યુક્ત હોવું જોઈએ એમ શ્રી હેમચન્દ્રાચાર્યે વૃત્તિ(સૂત્ર ૮.૬)માં પ્રતિપાદિત કર્યું છે. તેથી, તેઓ ૧. શબ્દવૈચિત્ર્ય, ૨. અર્થવૈચિત્ર્ય તેમજ ૩. ઉભયવૈચિત્ર્ય (શબ્દાર્થ બન્નેનું વૈચિત્ર્ય) એમ ત્રણ શીર્ષકો હેઠળ, વૃત્તિમાં, કાવ્યના શબ્દ તથા અર્થની સુંદરતા સમજાવે છે. આ ત્રણેય વિષયોને નિમિત્ત કરીને શ્રી હેમચન્દ્રાચાર્યે ‘મહાકાવ્ય’ના આકાર તથા અંતસ્તત્ત્વનાં કેટલાંક લક્ષણો નોંધ્યાં છે જે સંસ્કૃત વિવેચનશાસ્ત્રનાં પરિચિત ધોરણો બની રહ્યાં છે અને આ સમગ્ર ચર્ચા ભોજરાજના ‘શૃંગારપ્રકાશ’માંથી અહીં રજૂ થઈ એમ ડૉ. વિ. રાઘવને દર્શાવ્યું છે. શબ્દવૈચિત્ર્ય ૧૮૦ ‘શબ્દવૈચિત્ર્ય’ વિશે નીચેના મુદ્દા નોંધી શકાય. ૧. ગ્રંથ બહુ સંક્ષિપ્ત ન હોવો જોઈએ; જેથી કથારસ પૂરેપૂરો જળવાઈ રહે. ૨. શૈલી વિષમ ન હોવી જોઈએ. બધા વિભાગોનું સંવાદીપણું જળવાવું જોઈએ. આથી શબ્દસંદર્ભના જાણકારોનાં મન પ્રસન્ન રહે છે. ૩. કાવ્ય બહુ લાંબુ પણ ન જોઈએ અને તેમાં સર્ગો પરસ્પર એકવાક્યતાયુક્ત અને સંબંદ્ધ હોવા જોઈએ. કથારસ એક સરખો વધ્યે જવો જોઈએ. ૪. કાવ્યનો આરંભ આશીર્વચન, નમસ્કાર, વસ્તુનિર્દેશ વગેરે વડે કરવો જોઈએ. ‘હરવિલાસ’, ‘રઘુવંશ’(૧.૧), ‘હયગ્રીવવધ’ વગરે મહાકાવ્યોમાં ૫૮૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy