________________
આમ ગેય રૂપકોના આ બાર પ્રકાર છે જે ગીત, સંગીત અને નૃત્યથી વિશિષ્ટ તથા રસથી ભરપૂર હોય છે.
હેમચન્દ્રાચાર્ય, શમ્પા(કે ભામહ, દંડ અને ભોજ(શે. પ્ર. ૧૧, પૃ. ૪૬૮) અનુસાર ‘શમ્યા'), છલિત, દ્વિપદા અને અન્ય ગેય રૂપકોનો ઉલ્લેખ કર્યો છે; પણ એ પ્રકારોનું વિવરણ કરવાને બદલે એવું સૂચન કર્યું છે કે, બ્રહ્મ, ભરત, કોહલ વગેરે પ્રાચીન નાટ્યાચાર્યોના ગ્રંથોમાંથી આ પ્રકારનો ખ્યાલ મેળવી લેવો. શ્રવ્ય' કાવ્ય અને તેના પ્રકારો
‘પ્રેક્ષ્ય' કાવ્યના પ્રકારો સંક્ષેપમાં વર્ણવીને, હવે ગ્રંથકાર, પાંચમા સૂત્ર(૮.૫)માં ‘શ્રવ્ય' કાવ્યના મુખ્ય પાંચ પ્રકારોનું નિરૂપણ કરવા પર લક્ષ કેન્દ્રિત કરે છે :
श्रव्यं महाकाव्यमाख्यायिका कथा चम्पूरनिबद्धं च ॥ (८.५)
અર્થાત્ “શ્રવ્ય કાવ્યના પાંચ પ્રકારો છે : ૧. મહાકાવ્ય ૨. આગાયિકા, 3. કથા, ૪. ચમ્મુ અને ૫. અનિબદ્ધ.”
આમ શ્રવ્ય કાવ્યમાં, “પ્રેક્ષ્ય' કાવ્યના નાટકાદિ તથા ગેયરૂપકાદિ જે સર્વ પ્રકારો છે તેમનાથી ભિન્ન બધા જ સાંહિત્ય-સ્વરૂપોનો સમાવેશ થાય છે.
આ “શ્રવ્ય કાવ્યના પાંચ પ્રકારોમાંથી મહાકાવ્ય એ સર્વોચ્ચ સાહિત્યપ્રકાર છે. ૧. મહાકાવ્યનું સાહિત્યસ્વરૂપ (૮.૬)
पद्यं प्रायः संस्कृप्राकृतापभ्रंशग्राम्यभाषानिबिद्धभिन्नान्त्यवृत्तसर्गाश्वाससंध्यवस्कन्धकबन्धं सत्सन्धि शब्दार्थवैचित्र्योपेतं महाकाव्यम् ॥ (८.६)
“પ્રાયઃ વિશિષ્ટ છંદોમાં રચાયેલું, પદ્ય સ્વરૂપવાળું; સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ કે ગ્રામ્ય ભાષામાં રચાયેલું; ભિન્ન અંતિમ છંદોવાળા, અનુક્રમે, “સર્ગ', ‘આશ્વાસ', “સંધિ', “અવસ્કન્ધ એ વિભાગોમાં વહેંચાયેલું; સુશ્લિષ્ટ મુખ સંધિ, પ્રતિમુખસંધિ, ગર્ભસન્ધિ, વિમર્શસન્ધિ તથા નિર્વહણસંધિ એ પાંચ સંધિથી સુંદર બનેલું અને શબ્દ તથા અર્થની ચારુતાથી યુક્ત મહાકાવ્ય હોય છે.” આમ મહાકાવ્ય ૧. સામાન્યતઃ પદ્ય રૂપમાં હોય છે; એટલેકે, છંદોબદ્ધ રચના હોય છે; ૨. એ સંસ્કૃત, પ્રાકૃત અને અભjશ સહિત જુદી જુદી લોકભાષામાં રચાયેલું હોય છે; ૩. એમાં સુગ્રથિત સર્ગો, આશ્વાસો, સન્યિ, અવસ્કંધ જેવા વિભાગો હોય છે અને દરેક સર્ગ વગેરેના અન્ને છંદપલટો આવે છે; ૪. મુખસંધિ વગેરે ઉપરોક્ત
૫૮૮