________________
૨. ભાણમાં, નર્તિકા, વરાહ, નૃસિંહ વગેરે ભગવાનના અવતારોના જીવનના
પ્રસંગોનાં વર્ણન કરે છે. આમ ભાણમાં ઉદ્ધત અભિનય હોય છે. ૩. પ્રસ્થાનમાં, નર્તકી, હાથી, સિંહ વગેરેનો વેષ લે છે અને તેમની ગતિનું
અનુકરણ કરે છે. આ મસૃણ પ્રકાર છે. ૪. શિંગકમાં નટી, નાયિકાનો પાઠ ભજવે છે અને એની સખીઓની હાજરીમાં,
એના પતિના ઉદ્ધત વર્તનનું અનુકરણ કરે છે. ધૂર્ત નાયકનું વર્તન અહીં
ભજવી શકાય છે. ૫. ભાણિકામાં બાળકની ધીંગામસ્તી તથા સૂવર, સિંહ આદિની લડાઈ જોવા
મળે છે. ૬. પ્રેરણમાં પ્રહેલિકા વગેરેના પ્રયોગથી, હાસ્યનું પ્રાચર્ય હોય છે. ૭. રામક્રીડમાં ઋતુવર્ણન હોય છે. ૮. હલ્લીસકમાં વર્તુળાકારે થતું નૃત્ય હોય છે. ગોપીઓના સમૂહમાં જેમ
કૃષ્ણ ઊભો રહે તેમ અહીં સ્ત્રીઓના વૃદમાં એક પુરુષ ઊભો હોય છે. આ જાતનું નૃત્ય ઘણી સ્ત્રીઓ કરે છે. અને સંગીત તથા તાલ સાથે એ નૃત્ય થાય છે. રાસકમાં અનેક નર્તકીઓ વૈવિધ્યમય તલ અને લયથી યુક્ત નૃત્ય કરે છે અને એમાં ચોસઠ જેટલાં યુગલો ભાગ લે છે. આ પ્રકાર મસૃણ તથા ઉદ્ધત હોય છે. રાસકની આ સમજૂતી ભોજના “શૃંગાર-પ્રકાશમાંથી અહીં રજૂ
કરવામાં આવી છે. ૧૦. ગોષ્ઠીમાં ભગવાન કૃષ્ણના જીવનપ્રસંગો રજૂ થાય છે અને કૃષ્ણદ્વારા
‘રિષ્ટ’ નામના અસુરનો વધ વગેરે પ્રસંગો એમાં દર્શાવાય છે. ૧૧. શ્રીગદિતમાં ઉચ્ચ કુળની સ્ત્રીઓ, સખીઓ સમક્ષ પોતાના પતિના ગુણોની
પ્રશંસા કરે છે – અથવા ક્યારેક એ સ્ત્રીઓ પતિને ગીતરૂપે ઠપકો પણ આપે
છે. આ સમજૂતી પણ “શૃંગારપ્રકાશ'ના અવતરણને આધારે અપાઈ છે. ૧૨. ગેયરૂપકનો છેલ્લો(બારમો) પ્રકાર, સૂત્ર ચાર(૮.૪)માં રાગકાવ્ય કહેવાયો
છે. પણ એનું લક્ષણ વર્ણવતો શ્લોક (અવતરણ-૭૦) કાવ્ય (?)ની વ્યાખ્યા કરે છે “આ પ્રકારના ગેય રૂપકમાં સુવ્યવસ્થિત કથા હોય છે જેમાં વિવિધ રસો હોય છે અને જુદા જુદા લયોના પ્રયોગોથી તથા વિવિધ રાગોથી એ કાવ્યને સુંદર બનાવવામાં આવ્યું હોય છે.
૫૮૭