________________
गेयं डोम्बिका भाणप्रस्थानशिङ्गकभाणिकाप्रेरणारामाक्रीडहल्लीसकरासकगोष्टी श्रीगदिदतरागकाव्यादि ॥ ( ८.४)
અર્થાત્ ‘૧. ડોમ્બિકા, ૨. ભાણ, ૩. પ્રસ્થાન ૪. શિંગક, ૫. ભાણિકા ૬. પ્રેરણ, ૭. રામાક્રીડ, ૮. હલ્લીસક, ૯. રાસક, ૧૦. ગોષ્ઠિ, ૧૧. શ્રીગદિત, ૧૨. રાગકાવ્ય વગેરે ગેય રૂપકો છે.’’
આ ગેય કાવ્યો, ‘પ્રેક્ષ્ય’ કાવ્યના પ્રકાર તરીકે અભિનેય સાહિત્યપ્રકાર છે. પણ પાઠ્ય સાહિત્યપ્રકારનું ભેદક લક્ષણ જેમ તેમનું વાક્યાર્થીભિનયરૂપ છે, તેમ ગેય પ્રકારનું વ્યાવર્તક લક્ષણ છે તેમનું પદાર્થાભિનયરૂપ. હેમચન્દ્રાચાર્ય નોંધે છે તેમ, ગેય રૂપકના આ બધા પ્રકારો પ્રાચીન આચાર્યોએ કહેલા છે. આમ કહીને, શ્રી હેમચન્દ્રાચાર્યે, ‘નાટ્યશાસ્ત્ર’ પરની ‘અભિનવભારતી' ટીકામાં અભિનવગુપ્તે ડોમ્બિકા વગેરે વિવિધ ગેય રૂપકોનાં લક્ષણો દર્શાવતા જે કેટલાક શ્લોકો ટાંક્યા છે તે શ્લોકો અહીં વૃત્તિમાં અવતરણો(૫૯-૭૦) તરીકે રજૂ કર્યા છે. આ રીતે બાર રૂપકોનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. પણ બારમા ગેય રૂપક, ‘રાગકાવ્ય’ પછી, સૂત્રમાં જે આવિ શબ્દ છે તેનો અર્થ સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે કે ‘આદિ' શબ્દ વર્ડ, ‘શંપા’, ‘છલિત’, ‘દ્વિપદી’ વગેરે ગેય રૂપકના વધુ પ્રકારોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ બધા વિશે વિસ્તૃત માહિતી, બ્રહ્મ, ભરત, કોહલ વગેરેના નાટ્યસાસ્ત્રીય ગ્રંથોમાંથી જાણી લેવી એમ પણ ગ્રંથકારે સ્પષ્ટતા કરી છે.
ગેય રૂપકોના વર્ગીકરણનો તાર્કિક આધાર
ગેય રૂપકોના વર્ગીકરણ વિશે ગ્રંથકારે ‘વિવેક’માં વિશેષ માહિતી પૂરી પાડી છે.
ગેય રૂપકો ત્રણ પ્રકારનાં હોય છે ઃ ૧. મણ (કોમળ), ૨. ઉદ્ધૃત (ધમાચકડીવાળાં) અને ૩. ‘મિશ્ર’ સ્વરૂપવાળાં.
‘અભિનવભારતી’માંથી અહીં રજૂ થયેલા નવ શ્લોકો (અવતરણ ૫૯૬૭) તેમ જ ‘શૃંગારપ્રકાશ’માંથી અહીં ટાંકેલા બે આર્યાશ્લોકો તથા (કોહલના) એક અનુષ્ટુમ્ શ્લોક(અવતરણ-૭૦)ને આધારે ગેયરૂપકોનું સ્વરૂપ સમજી લઈને પછી, આ બાર ગેયરૂપકોનાં સ્વરૂપ આ પ્રમાણે ૨જૂ કરી શકાય છે ઃ
૧. ડોમ્બિકા એ મસ્ણ(કોમળ) રચના હોય છે અને તેમાં વણાયેલા ગુપ્ત પ્રેમમાં ગીતો કે ઉક્તિઓથી રાજાઓનાં મન પ્રસન્ન થાય છે.
૫૮૬