SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ નાટ્યશાસ્ત્રમાંથી અગિયાર અવતરણો(૪૭-૫૭) ટાકે છે. (ના. શા. ૧૮.૧૦૧૧: ૪પ-૫૦, ૫૮-૬૦ ૬૩-૬૪; ૭૯-૮૧; ૮૪-૮૮; ૯૦-૯૩(અ); ૯૩ (બ) - ૯૬; ૧૦૧; ૧૦૩-૧૦૫; ૧૦૮-૧૧૦; અથવા ના.શા. (ચૌખમ્બા) અ. ૨૦.૧૦-૯૭). પણ બારમાં રૂપક “સટ્ટક'નું સ્વરૂપ દર્શાવવા માટે ભોજરાજના ‘ગાર પ્રકાશ”(પ્ર. ૧૧. પૃ. ૪૬૬)નું એક અવતરણ(૫૮) રજૂ કરે છે. નાટ્યશાસ્ત્રના વીસમા અધ્યાયના આરંભ(૨૦.૧) ભરતમુનિ રૂપકોનું સ્વરૂપવર્ણન શરૂ કરતાં કહે છે કે તેઓ રૂપકના દસ પ્રકારોનાં નામ, કાવ્ય અને પ્રયોગદ્ધતિ જણાવશે. આ દસ રૂપકોમાં ભરતમુનિ નાટક, પ્રકરણ વગેરે પ્રકારોનો સમાવેશ કરે છે. નાટિકાનો સમાવેશ કરતા નથી - પણ હેમચન્દ્રાચાર્ય અહીં તેમનાં બાર રૂપકોમાં નાટિકાનો સમાવેશ કર્યો છે અને વૃત્તિમાં જણાવ્યું છે કે, સૂત્રમાં સટ્ટક પછી “આદિ' (વગેરે) શબ્દ મૂક્યો છે તેનો અર્થ એ છે કે અગાઉ કોહલ વગેરે પૂર્વે થઈ ગયેલા નાટ્યશાસ્ત્રના આચાર્યોએ જેમનાં લક્ષણો નિરૂપ્યાં છે તેવાં તોટક, રાસક – વગેરે રૂપકોની પણ નોંધ લેવાની છે. ભોજરાજે તાટક સ્વીકાર્યું નથી; પણ નાટિકા સાથેનાં, નાટ્યશાસ્ત્રમાં આપેલાં રૂપકો સ્વીકારી, બાર રૂપકો વર્ણવ્યાં છે. ધનંજયે તો પોતાના ગ્રંથનું નામ જ દશરૂપક’ આપ્યું છે અને તેમાં દસ મુખ્ય રૂપકો જ ગણાવ્યાં છે(દ. રૂ. ૧.૮). ધનંજયે “રૂપક' સંજ્ઞાને સમજાવી છે(દ. રૂ. ૧.૭). હેમચન્દ્રાચાર્ય બાર રૂપકો ઉપરાંત તોટક વગેરેનો એક લીટીમાં નિર્દેશ કરે છે; પણ વિશેષ કશું કહેતા નથી. દશ રૂપકોના સ્વરૂપવર્ણન માટે “નાટ્યશાસ્ત્ર'(અ. ૨૦) દ્રષ્ટવ્ય છે. રૂપકના બારમા પ્રકાર ‘સટ્ટકની વ્યાખ્યા “શૃંગારપ્રકાશ'માંથી અહીં લેવામાં આવી છે. આ વ્યાખ્યા મુજબ સટ્ટકનો રૂપક-પ્રકાર નાટિકાને મળતો છે. એમાં “વિખંભક’ કે ‘પ્રવેશક'નો અભાવ હોય છે. સટ્ટકની ભાષા સળંગ એક જ હોય છે. સંસ્કૃત અથવા પ્રાકૃત બેમાંથી એક(એકેય નહીં) ભાષામાં સ્ટક રચાય છે. સામાન્ય રીતે પ્રાકૃતમાં સટ્ટક રચાય છે. સટ્ટકની ભાષા અંગે વ્યાખ્યામાં આવતા ગપ્રતિસંસ્કૃતયા એ શબ્દોની દુર્બોધતાને કારણે, મતભેદો સરજાયા છે. ૧૧ બાર પ્રકારનું ગેયરૂપકો કે સંગીતરૂપકો બાર પ્રકારનાં મુખ્ય રૂપકોનું નિરૂપણ કર્યા બાદ, શ્રી હેમચન્દ્રાચાર્ય બાર પ્રકારનાં ગેયરૂપકો કે સંગીતરૂપકોની ચોથા સૂત્ર(૮.૪)માં યાદી રજૂ કરે છે ૫૮૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy