SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. આ રીતે દર્શન અને વર્ણના એ બે ગુણો કવિના સ્વરૂપમાં જ વણાયેલા હોય છે. આદિકવિ વાલ્મીકિ દર્શન તેમજ વર્ણન બન્નેમાં પરમ નિપુણ હતા. આથી વાલ્મીકિ ખરેખરા કવિ હતા. કારણ કે, પોતાના ભવ્ય દર્શનને આકાર અને રૂપ આપવાની કવિની શક્તિ ૫૨ જ ખરી કવિતા આધાર રાખે છે. આથી જ દર્શન હોવા છતાં, વર્ણના(સર્જનાત્મકતા)ના અભાવને કારણે, ઇતિહાસ વગેરે વિષયો કાવ્ય કે સર્જનાત્મક સાહિત્ય ગણાતા નથી. ‘પ્રેક્ષ્ય’ કાવ્યના બે પ્રકાર : ‘પાઠ્ય’ અને ‘ગેય’. પ્રેક્ષ્ય કાવ્યને ગ્રંથકારે અભિનેય કહ્યું છે; જ્યારે શ્રવ્ય કાવ્યને અનભિનૈય (એટલે કે જે અભિનયથી રજૂ થતું નથી તેવું) કહ્યું છે. હવે ગ્રંથકાર ‘પ્રેક્ષ્ય’ કાવ્યના બે પ્રકારો વર્ણવે છે પ્રેક્ષ્ય પાન્ચે ગેયં ૬ ॥ (૮.૨) અર્થાત્ “પ્રેક્ષ્ય કે દૃશ્ય કાવ્યના બે પ્રકાર છે - ૧. પાઠ્ય અને ૨. ગેય.’’ ‘પાઠ્ય’ કાવ્યના પ્રકારો पाठ्यं नाटकप्रकरणनाटिकासमवकारेहामृगडिमव्यायोगोत्सृष्टिकाङ्कપ્રસનબાળવીથી સટ્ટાર્િ॥ (૮.૩) અર્થાત્ ‘૧. નાટક, ૨. પ્રકરણ, ૩. નાટિકા, ૪. સમવકાર, પ. ઇહામૃગ, ૬. ડિમ, ૭. વ્યાયોગ, ૮. ઉસૃષ્ટિકાંક, ૯. પ્રહસન, ૧૦. ભાણ, ૧૧. વીથી, ૧૨. સટ્ટક વગે૨ે પાઠ્ય(અભિનેય; નાટ્યાત્મક) કાવ્યના પ્રકારો છે.’ ભરતમુનિએ આમાંથી પ્રથમ અગિયાર પ્રકારો કે સ્વરૂપો ‘નાટ્યશાસ્ત્ર’માં વર્ણવ્યાં છે. પણ, રાજશેખરકૃત ‘કર્પૂરમંજરી’ જેનો જાણીતો નમૂનો છે તે ‘સટ્ટક’ નામનો બારમો પ્રકાર ભરતની યાદીમાં નથી. છતાં, હેમચન્દ્રાચાર્યે એનો ઉપરોક્ત યાદીમાં સમાવેશ કર્યો છે; કેમકે, સટ્ટક, ‘પાઠ્ય' કાવ્યની કસોટી બરાબર પાર કરે છે. હેમચન્દ્રાચાર્ય નોંધે છે કે, નાટકથી વીથી સુધીના અગિયાર પ્રકારો વાક્યાર્થાભિનય સ્વભાવવાળા છે. પણ સટ્ટકનો ઉલ્લેખ કેટલાક ગ્રંથકારોએ જ કર્યો છે. હેમચન્દ્રાચાર્યનાં બાર રૂપકો આમ, શ્રી હેમચન્દ્રાચાર્ય, પરંપરાગત દસ રૂપકોને બદલે બાર રૂપકોનો નિર્દેશ કરે છે અને પ્રથમ અગિયાર રૂપકોનું સ્વરૂપ વર્ણવવા માટે ભરતમુનિના ૫૮૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy