SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસ્વરૂપો કાવ્યાનુશાસન'ના આઠમા અધ્યાયમાં શ્રી હેમચન્દ્રાચાર્યે સાહિત્ય કે પ્રબંધાત્મક કાવ્યના ૧. પ્રેક્ષ્ય અને ૨. શ્રવ્ય એવા બે મુખ્ય પ્રકારો દર્શાવ્યા છે. વ્યં પ્રેક્ષ્ય શ્રā a II (૮.૧) અર્થાત્ “કાવ્ય ૧. પ્રેક્ષ્ય કે દશ્ય અને ૨. શ્રવ્ય હોય છે.” પ્રેક્ષ્ય કાવ્ય પ્રત્યક્ષ જોઈને માણવાનું હોય છે; જ્યારે શ્રવ્ય કાવ્ય વાંચીને માણવાનું હોય છે. પ્રેક્ષ્ય કાવ્યમાં નાટકના બધા જ પ્રકારો સમાઈ જાય છે અને શ્રવ્ય કાવ્યમાં વાંચીને માણવાના બધા સાહિત્યપ્રકારો સમાય છે. ભટ્ટતતની ઉન્નત કાવ્ય વિભાવના કાવ્ય', પછી એ નાટક હોય કે અન્ય સાહિત્યસ્વરૂપ હોય, એ કવિનું સર્જન છે, કવિકર્મ છે. અભિનવગુપ્તના ગુરુ અને “કાવ્યકૌતુક નામના સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના પ્રસિદ્ધ (પણ હાલ અપ્રાપ્ય) ગ્રંથના પ્રતિષ્ઠિત કર્તા, ભટ્ટતૌત કવિને દ્રષ્ટા(ઋષિ) તરીકે તથા માનવભાવોના આલેખક તરીકે ઓળખાવે છે; કેમ કે, કાવ્ય એ દર્શન કે ઊંડી અંતઃસ્કુરણા, દૃષ્ટિ કે આંતરિક જ્ઞાન છે અને સાથે સાથે વર્ણન એટલે કે એ અંતઃસ્કુરણારૂપ દર્શનનું ઉત્તમ નિરૂપણ પણ છે. આમ કવિ, ઋષિ છે; કારણ કે, એ પોતાની પ્રતિભાની ઊંડી દર્શનશક્તિથી, બધી જ ચીજોનાં ઊંડાં રહસ્યોનું તથા વિશિષ્ટ લક્ષણોનું અવગાહન-આકલન કરે છે. વસ્તુઓનું હાર્દ પામવાની શક્તિને કારણે જ સર્જકને કવિ કહેવાય છે, જે ઋષિનું બીજું નામ છે. પણ કવિ માત્ર દર્શન કે વિભાવન જ નથી કરતો; એ સર્જન, વર્ણન કે નિરૂપણ પણ કરે છે. આમ કવિ વર્ણના કે સર્જનમાં પણ નિપુણ હોય છે. વસ્તુતઃ, કવિ શબ્દની વ્યુત્પત્તિ વૃ એ ધાતુમાંથી થઈ છે અને એના અર્થ છે આલેખવું, વર્ણવવું. આથી કવિ ઉત્કૃષ્ટ કૌશલપૂર્વક, અનેરા રસપૂર્વક વસ્તુઓનું વર્ણનનિરૂપણ ૫૮૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy