________________
કૃત્રિમ પ્રભાવ વ્યાપેલો જોવા મળે તેમાં નવાઈ નથી. આમ, રૂઢિ, અપવાદરૂપ નથી રહેતી; સાર્વત્રિક નિયમ બની જાય છે. આ વાત નાયક-નાયિકા-ભેદના નિરૂપણને પણ લાગુ પડે છે. કેમ કે, જો કે, નાયક-નાયિકાના સૂક્ષ્મ પૃથક્કરણમાં વિવેચકોની વિશ્લેષણશક્તિ દાદ માગી લે તેવી છે; છતાં એ શક્તિ બાહ્ય વર્ગીકરણને વધારે સ્પર્શે છે, નાયક-નાયિકાનાં પાત્રોનાં આંતરિક સ્વરૂપને સ્પર્શી શકતી નથી. ટૂંકમાં, ભેદોપભેદો વડે નાયક-નાયિકાનું વર્ણન કરવાનો પ્રયાસ વસ્તુના અંતસ્તત્ત્વને બદલે વસ્તુનાં આકસ્મિક લક્ષણોને સ્પર્શે છે.”૨૧૦
૫૮૨