________________
નહિતર, નાયક-નાયિકાના સ્વરૂપવર્ણનમાં હેમચન્દ્રાચાર્યે, ધનંજયના “દશરૂપક'નું અને ધનિકના “અવલોક'નું આટલા બધા પ્રમાણમાં, ખંચકાટ વગર, અનુસરણ કર્યું ન હોત. પણ, નાયક-નાયિકા-ભેદનો આ વિષય જ એવો છે કે એમાં, ધનંજય, હેમચન્દ્રાચાર્ય કરતાં વધારે અધિકારી ગ્રંથકાર છે અને આ વાત શ્રી હેમચન્દ્રાચાર્ય પણ જાણે છે –એની સ્પષ્ટ પ્રતીતિ આપણને સાતમા અધ્યાયમાં પદે પદે થાય છે. જો કે હેમચન્દ્રાચાર્યની આ વિષયની વિચારણા પર દ્રટ અને રુદ્રટભટ્ટના ગ્રંથો – “કાવ્યાલંકાર” અને “શૃંગારતિલકનો પ્રભાવ પણ પડ્યો છે, પણ એ દશરૂપક દ્વારા પડ્યો છે. ડૉ. સુશીલકુમાર દેનો અભિપ્રાય ૭૫
નાયક-નાયિકા ભેદનો વિષય કેટલો પરંપરાપરસ્ત છે તેનો ખ્યાલ આપણને ડૉ. સુશીલકુમાર દેના આ શબ્દો પરથી મળે છે :
‘સર્જનાત્મક તથા વિવેચનાત્મક સંસ્કૃત સાહિત્યમાં નાયક અને નાયિકાના વર્ગીકરણનો વિષય ખૂબ જ પરંપરાપરસ્ત છે. સામાન્યત: આ વિષય નાટક સાથે ગાઢ રીતે સંકળાયેલો છે, પણ શંગારરસ સાથે એનો વિશેષ ગાઢ સંબંધ છે. સંસ્કૃત સાહિત્યના પ્રશિષ્ટ યુગમાં પ્રેમોર્મિનાં કાવ્યોનું સાહિત્ય પૂરા દમામ સાથે ખીલ્યું હતું. આને પરિણામે શૃંગારરસનું વર્ણન કરતી કૃતિઓનું મોટે પાયે ખેડાણ થયું. પણ આ વર્ણન પરંપરાગત તરાહને અનુસરતું જ રહ્યું. આ ક્ષેત્રમાં કામસૂત્ર પણ ફાળો આપવા ઉત્સુક હતું. વસ્તુતઃ આ યુગના સાહિત્યિક સર્જન અને વિવેચન બન્ને પર કામશાસ્ત્રનો ઊંડો પ્રભાવ પડ્યો છે જ. “કામશાસ્ત્ર પ્રેમની કળા અને પ્રેમીઓના વ્યવહાર બન્નેની છણાવટ કરે છે. તેથી કામશાસ્ત્રના ગ્રંથમાં પ્રણય અને પરિણયના માર્ગો અને મનોવિજ્ઞાન વિશે ખાસ અધ્યાયો છે. આથી, શૃંગારરસના નિરૂપણની બાબતમાં કાવ્યશાસ્ત્ર, “કામશાસ્ત્રના પ્રભાવ - હેઠળ આવ્યું.
‘પણ જ્યારે તાજગી અને મૌલિકતા ક્ષીણ થાય છે, ત્યારે રૂઢિ અને પરંપરાનું વર્ચસ્વ સર્વગ્રાહી બને છે. મધ્યકાળના કવિઓ, આપણને આનંદ આપી પ્રસન્ન કરવાને બદલે, નાયિકાઓ પોતાની પ્રણય-લાગણીઓને કેવી રીતે પ્રગટ કરે છે તેનાં ઝીણી ઝીણી વિગતોથી ભરેલાં, પણ બીબાંઢાળ અને રૂઢ, વર્ણનો અને ઉદાહરણોથી, આપણને અચંબો પમાડવા ઉત્સુક જણાય છે. એટલે, પ્રણય-સાહિત્ય કે શૃંગારકાવ્યોના સર્જન તથા વિવેચન પર, સ્વરૂપલક્ષી પાંડિત્યનો,
૫૮૧