SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્ય ભરતમુનિના મતને જ અનુસરે છે શોભા, કાન્તિ, દીપ્તિ એ બાહ્ય રૂપ(શરીર)ના અલંકારો છે. આવેશ, ક્રોધ, ચંચળતા, ત્રાસ વગેરેનો અભાવ હોય ત્યારે જ એ અલંકારો વરતાય છે. માધુર્ય વગેરે પણ ચિત્તવૃત્તિરૂપ(માનસિક) અલંકારો નથી. આથી એમને ભાવો ગણવા ન જોઈએ. - શાક્યાચાર્ય રાહુલ અને બીજા, મૌધ્ધ, મદભાવિકત્વ(કફ), પરિતપન(અફસોસ) વગેરેને અલંકાર ગણે છે. પણ હેમચન્દ્રાચાર્ય પોતે ભરતમુનિના મતને અનુસરનારા હોવાથી, આ બધા (વધારાના) અલંકારોની ઉપેક્ષા કરે છે. શ્રી હેમચન્દ્રાચાર્ય સૂચવે છે કે, ઉપરોક્ત મૌધ્ધ વગેરે અલંકારો માનસિક ગુણો છે. શરીરના લાલિત્યરૂપ અલંકારોને જ યુવતીના અલંકારો માન્યા છે એ આ અધ્યાયના આરંભે હેમચન્દ્રાચાર્યે “નાટ્યશાસ્ત્રોમાંથી ઉદ્ધત કરેલા દેહાત્મ ભવેત્સર્વમ્' એ અવતરણ(ના. શા. ૨૪.૧; ૨૨.૬)થી સ્પષ્ટ થાય છે.. નાયિકાના વીસ સાત્ત્વિક અલંકારોનું હેમચન્દ્રાચાર્યે કરેલું વિવરણ આપણને ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં ગણાવેલા વીસ અલંકારોની યાદ આપે છે. ભરતમુનિએ આ અલંકારોનું ત્રણ શીર્ષક હેઠળ વર્ગીકરણ કર્યું છે; ૧. અંગજ (શારીરિક) ૨. અયત્નજ(અનૈચ્છિક) અને સ્વભાવજ(સ્વભાવમાં રહેલા). હાવ ભાવ અને હેલા એ ત્રણ અંગજ અલંકારો છે; શોભા, કાન્તિ, દીપ્તિ, માધુર્ય, પ્રગલભતા, ઔદાર્ય અને શૈર્ય એ સાત અયત્ન જ છે; અને લીલા, વિલાસ, વિચ્છિત્તિ, વિભ્રમ, કિલકિચિત, મોટ્ટાયિત, કુમિત, બિબ્લોક, લલિત અને વિહત એ સ્વભાવ છે. ધનંજયે, દશરૂપક(૨.૩૦-૪૧૦)માં આ બધા જ અલંકારોનું સ્વરૂપ વર્ણવ્યું છે અને આ બાબતમાં હેમચન્દ્રાચાર્ય ભરતના મતને અનુસરનાર અલંકારિક છે. સાતમા અધ્યાયની સમાપ્તિમાં આ વાત સ્પષ્ટ બને છે : “તેડમમર્મરતમતાનુસારરુપેક્ષિતા: ' (પૃ.૪૩૧) નાયક-નાયિકા ભેદ : બીબાંઢાળ, રૂઢિપરસ્ત વિષય કાવ્યશાસ્ત્ર તેમજ નાટ્યશાસ્ત્રમાં નાયિક-નાયિકાના ભેદોનું વિવરણ પરંપરાપરસ્ત છે એમાં શંકા નથી. આ વિષયના નિરૂપણમાં રૂઢ પરંપરાનું અનુસરણ-ના, પરંપરાનું દાસત્વ તરત જ નજરે ચઢે છે. બીબાંઢાળ વર્ગીકરણ, બીબાંઢાળ પ્રકારો, બીબાંઢાળ નિયમો, બીબાંઢાળ રઢિઓ. આ પરંપરાનો પ્રભાવ શ્રી હેમચન્દ્રાચાર્ય જેવા પ્રતિભાશાળી ગ્રંથકાર પર પણ પડ્યો છે - ૫૮૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy