________________
તે લલિત છે; પણ જ્યારે અંગોની સભાન હિલચાલ થાય અને તે સુંદર લાગે ત્યારે તે વિલાસ કહેવાય છે. જો કે બીજા ગ્રંથકારો, ‘લ ધાતુનો ‘વિલાસ' અર્થ લઈને કહે છે કે, અતિશયતાપૂર્ણ વિલાસ એ જ લલિત છે – લલિત અને વિલાસ બન્નેમાં લાલિત્યવાચક “લ ધાતુ જ રહેલો છે.
વિહત : પ્રસંગ હોય છતાં પણ મુગ્ધતા, લજ્જા વગેરેને કારણે યુવતી, જાણી જોઈને, ન બોલે તે વિહત કહેવાય છે; જેમ કે, કુમાર ૭.૧૯(ઉદા. ૭.૩૬)માં. ભોજરાજે સરસ્વતીકંઠાભરણ(પ.૧૬૭ તથા વૃત્તિ)માં કુમાર ૧.૨૯ તથા કિરાત. ૮.૧૯ એ બે શ્લોકો (ઉદા. ૭૩૭-૩૮) ટાંકીને બાળપણ, કૌમાર્ય અને યૌવન ત્રણે અવસ્થાઓમાં, યુવતીની જે ક્રીડાઓ હોય છે તે તથા પ્રિયતમ સાથેની કેલિને પણ અલંકારો માન્યા છે. શોભા વગેરે સાત અયત્નજ અલંકારો ૧. શોભા ૨. કાન્તિ અને ૩. દીપ્તિ: યુવતીનાં રૂપ, યૌવન તથા લાવણ્યનો
પુરુષથી ઉપભોગ થવાથી વૃદ્ધિ પામેલાં મંદ, મધ્ય અને તીવ્ર અંગોની છાયા, ક્રમશઃ, શોભા, કાન્તિ અને દીપ્તિ નામના ત્રણ અયત્ન જ અલંકારો
કહેવાય છે(ઉદા. અમરુ ૯૦, વેણીસંહાર ૧.૩). ૪. માધુર્ય : ક્રોધ વગેરેમાં પણ, લજ્જા વગેરે લલિત ભાવોમાં હોય છે તેવી
હાવભાવની કોમળતા એ માધુર્ય છે(અમરુ.૧૪). ૫. ધૈર્ય ચંચળતા કે ચબરાકીનો તથા આપવડાઈનો અભાવ તે ધર્ય; જેમ કે,
‘માલતી માધવ” (૨.૨)માં માલતી દાખવે છે તેવી ગરવાઈ કે ધીરજ. ૬. ઔદાર્ય : ક્રોધ વગેરે કઠોર ભાવોમાં શિષ્ટતાપૂર્વક વર્તવું તે ઔદાર્ય
કહેવાય છે (જેમ કે, “રત્નાવલી' ૨.૨૦). ૭. પ્રાગભ્ય કે પ્રગભતા : કામક્રીડા વગેરેમાં નિર્ભયતા એ પ્રાગભ્ય
અલંકાર છે. આ સંદર્ભમાં ગ્રંથકારે “શિશુપાલવધ” (૨.૪૪)નો શ્લોક ટાંક્યો છે. “જેમ લજ્જા એ યુવતીનું ભૂષણ છે તેમ શમ(શાંતિ) એ પુરુષનું ભૂષણ છે; પણ અન્ય સંજોગોમાં જ્યારે અપમાન થાય ત્યારે પુરુષે પરાક્રમ દાખવવું જોઈએ અને સુરત (ક્રામક્રીડા)માં સ્ત્રીએ નિર્ભયતા દાખવવી જોઈએ.” જેમાં મનનો સંકોચ અને ગભરાટ દૂર થાય તે પ્રભુતા (ઉદા. 9૪૫; શિશુપાલ ૧૦.૬૪. આ શ્લોક સરસ્વતીકંઠાભરણ(૧.૧૩૦)માં પણ મળે છે.).
પ૭૯