________________
હવે ગ્રંથકાર, દસ સ્વાભાવિક અલંકારોનું વિવરણ કરે છે(૦.૩૬-૪૬)
લીલા : વાણી, વેશ અને ચેષ્ટાઓથી યુવતી પ્રિયતમનું અનુકરણ કરે તે લીલા કહેવાય છે; ઉદા. ૭ર૭.
વિલાસ : પ્રિયના દર્શન વખતે યુવતીની ઊભા રહેવાની છટા તથા ચાલવાની, બેસવાની વિશિષ્ટ શોભા તે વિલાસ; ઉદા. ૦૨૮; “માલતી માધવ ૧.૨૯
* વિચ્છિત્તિ : સૌભાગ્ય કે સૌંદર્યની સભાનતાને લીધે આછાં આભૂષણો પહેરવાં શોભાવર્ધક હોવાથી તે વિચ્છિત્તિ કહેવાય છે; ઉદા. ૭૨૯ (શિપિચ્છ)
બિબ્લોક યુવતી તેની પ્રિય વસ્તુ તરફ ઉદાસીનતા, ઉપેક્ષા કે અનાદર દર્શાવે તે બિબોક છે. આવી ઉપેક્ષા, યુવતીની સૌંદર્ય-સભાનતાને કારણે હોય છે; ઉદા. ૭.૩૦, કુમાર ૮.૪૯.
વિભ્રમ : વાણી, શરીરનાં અંગો અને આભૂષણોની ખોટી યોજના (વ્યત્યાસ, વિપર્યાસ) એ વિભ્રમ છે. યુવતી જયારે શબ્દો યોગ્ય રીતે વાપરી ન શકે; હાથે પહેરવાનું આભૂષણ પગે પહેરે; ત્યારે વિશ્વમ કહેવાય છે (ઉદા. ૭૩). ઉતાવળમાં, આનંદમાં કે પ્રેમના આવેશમાં આવું બનવા પામે છે.
કિલિકિંચિતઃ હસવું, રોવું, ભય, ક્રોધ, ગર્વ, દુઃખ, શ્રમ તથા અભિલાષા આ બધું એકી સાથે, મધુર મિશ્રણરૂપે, થાય તે કિલિકિંચિત કહેવાય છે; ઉદા. ૭૩૨ (આ શ્લોક ધનિકનો છે. જુઓ દશરૂપક ૨.૩૯ની ટીકા).
કુમિત રતિક્રિડામાં પ્રિયતમ યુવતીના કેશ, અધર વગેરે ગ્રહણ કરે ત્યારે દુઃખ થવા છતાં પણ યુવતી જે હર્ષ પ્રગટ કરે તે કુટ્ટમિત. “દશરૂપક” (૨.૪૦)માં આ વાત જરા જુદી રીતે મૂકી છે. પણ હેમચન્દ્રાચાર્યે પુરપ : મિત એમ ચોખ્ખું કહ્યું છે (ઉદા. ૭૩૪).
લલિત: હાથ, પગ, નેત્ર, અધર આદિ અંગોનું સુકુમાર હલનચલન તે લલિત. (ઉદા. ૭૩૫; દશરૂપક ૨.૪૧ પરના અવલોકમાં રજૂ થયેલો ધનિકનો શ્લોક સબૂમ ... ઇત્યાદિ).
વિલાસ: કર્તવ્યવશાયન્ પ્રિયતમ આવે ત્યારે જ, હાથ વગેરેનાં કાર્યોમાં જે વૈચિત્ર્ય (શોભા) આવે છે તે વિલાસ છે. હેમચન્દ્રાચાર્યના મતે કશું કરવાનું ન હોય ત્યારે અજાણતાં જ, નિરુદેશે, શરીરના અંગોની જે સુંદર હિલચાલ થાય છે
૫૭૮