________________
ઉદાહરણમાં યુવાનીના ઉંબરે પહોંચેલી યુવતીનું વર્ણન છે.
ભાવની અવસ્થામાં હોય છે તેના કરતાં શરીરમાં વધારે પરિવર્તન આવે તેને ૨. હાવ કહે છે. યુવતી જયારે તેનું હૃદય પ્રેમમાં કોઈકને આપવાના આરે ઊભી હોય ત્યારે એના શરીરમાં સ્પષ્ટ ફેરફાર થયો હોય છે. ખાસ કરીને તેનાં ભવા, આંખો, હડપચી, ગરદન વગેરેમાં ફરક પડ્યો જ હોય છે. આમ, હાવ, યુવતીને, પોતાના ભાવિ પ્રેમીને, જાત અર્પવા પ્રેરે છે; પણ હજી સુધી તે પોતાની અંદર થતી પ્રેમની અભાન પણ સ્પષ્ટ હિલચાલથી અજાણ હોય છે. પણ એ પ્રેમની વૃત્તિ જ એ યુવતીમાં દેખીતો ફેરફાર લાવે છે. ઉદા. ૭૨૫માં આવી યુવતીનું વર્ણન છે.
પણ જ્યારે રતિની ભાવનાથી યુવતી બરાબર સભાન બને છે અને તેને કારણે તેની અંદર ઘણા ફેરફારો થાય છે ત્યારે તેને ૩. હેલા કહેવાય છે. જો કે, હજી તેને પોતાના પ્રેમનો અધિકારી યુવાન મળ્યો હોતો નથી; તેથી તેનો પ્રેમ ફુટ રૂપે પ્રગટ થઈ શકતો નથી. “હેલા’ શબ્દ “હેલું ધાતુમાંથી આવે છે જેનો અર્થ છે ‘વેગથી જવું, “અસ્મલિત વહેવું'. આમ, હેલા એવો ફેરફાર સૂચવે છે જે ભાવ જેવો અલિત નથી; પણ અમ્મલિત છે, સાતત્યપૂર્ણ છે, સ્થાયી છે. આનું ઉદાહરણ રીવા નિ એ શ્લોક (ઉદા. ૭૨૬) છે. હેલામાં અંતરમાં રહેલી રતિની વાત છે, ખુલ્લા શૃંગારની વાત નથી એમ ગ્રંથકારે સ્પષ્ટતા કરી છે અને ઉમેર્યું છે કે, આ 'હેલા તો બ્રાહ્મણના ઉપનયન સંસ્કારની જેમ, યુવતીના ભવિષ્યના પ્રણયની આધારપીઠ પાયો છે”(સૂત્ર ૩૪ની વૃત્તિ, પૃ. ૪૨૪). ધનંજયે ‘દશરૂપક'(૨.૩૦, ૩૩-૩૪)માં ભાવ, હાવ ને હેલાનું સ્વરૂપવર્ણન કર્યું છે. યુવતીઓના લીલા વગેરે દસ સ્વાભાવિક અલંકારો
યુવતીના પ્રેમનો અધિકારી યુવાન મળે ત્યારે આ ફેરફારો, યુવતીના પ્રેમના વિકસિત રૂપને કારણે દેખા દે છે. યુવતી શારીરિક પ્રેમનો આનંદ લઈ ચૂકી હોય ત્યારે જ સામાન્ય રીતે આ ફેરફારો ઉત્પન્ન થાય છે – પણ કેટલીકવાર, એ પહેલાં પણ આ ફેરફારો દેખાય છે.
પણ શોભા વગેરે, સૂત્ર ૪૭ (૭.૪૭)માં કહેવાશે તે, યુવતીઓના અલંકારો કે ફેરફારો (Graces) યુવતી જયારે શારીરિક પ્રેમ અનુવી ચૂકી હોય ત્યારે જ દેખાય છે.
- ૨૭૭