________________
શોભા, કાનિ, દીપ્તિ, માધુર્ય, ધર્ય, ઔદાર્ય અને પ્રાગભ્ય એ સાત અલંકારો. ગુણાત્મક છે અને એ અયત્ન છે(૭.૪૭). યત્નજ કે યત્નથી ઉત્પન્ન થતા ગુણો ક્રિયાત્મક છે. પદાર્થવિદો(મનોવૈજ્ઞાનિકો, દાર્શનિકો) કહે છે કે ઇચ્છામાં પ્રયત્ન (પ્રવૃત્તિ) જન્મે છે અને તેથી દેહમાં ક્રિયા ઉત્પન્ન થાય છે. આવા યત્નજ અલંકારોથી ભિન્ન તે અયત્નજ અલંકારો કહેવાય. - આ બધા અલંકારોનાં ઉદાહરણ સહિત લક્ષણો આપવામાં આવ્યાં છે(ઉ.૩૪પર). ભાવ, હાવ અને હેલા એ ત્રણ અંગજ અલંકારો છે(૭.૩૪)
ભાવ, હાવ અને હેલા એ ત્રણ અંગજ અંલકારો છે અને તે ક્રમશઃ અલ્પ, વધારે અને બહુ જ વધારે વિકારાત્મક હોય છે(૭.૩૪). આ ત્રણ અલંકારો સંબંધી ભરત નાટ્યશાસ્ત્રનો એક શ્લોક(૨૪.૭; ૨૨.૬૦) રજૂ કરવામાં આવ્યો છે. એનો અર્થ છે : “સત્ત્વ દેહરૂપ છે; અને એ સત્ત્વ(શરીર)માંથી ભાવ જન્મે છે; ભાવમાંથી હાવ ઉત્પન્ન થાય છે; અને હાવમાંથી હેલા ઉત્પન્ન થાય છે. આમ ભાવ, હાવ અને હેલા ત્રણેય સત્ત્વજ અર્થાત અંગજ અલંકારો છે અને એ ત્રણેય વચ્ચે પારસ્પરિક કાર્ય-કારણ સંબંધ છે.
હાવ ભાવ અને હેલા એ ત્રણેય અલંકારોનું સ્વરૂપ સ્કુટ કરવા ગ્રંથકારે વૃત્તિમાં ઉદાહરણો તથા સમજૂતી રજૂ કર્યા છે. એનો સારાંશ આ પ્રમાણે છે.
ભરતમુનિની ઉપરોક્ત કારિકામાં ભાવ, હાવ અને હેલાનો કાર્યકારણ સંબંધ કહ્યો છે છતાં એવું જોવા મળે છે કે કોઈ કુમારિકાના શરીરમાં હાવ ઉત્પન્ન થાય છે, એના પોતાના ભાવને કારણે નહીં, પણ બીજી વધારે ઉંમરલાયક યુવતીની એણે જે હેલા જોઈ હોય છે તેને કારણે ઉત્પન્ન થાય છે. કેટલીકવાર, બીજી યુવતીઓની અંદર જોયેલા ભાવને કારણે, જોનાર યુવતીમાં હાવ કે હેલા ઉત્પન્ન થાય છે. ઉપરાંત કેટલીક વખત બીજી યુવતીઓમાં હેલા જોવાથી, જોનાર યુવતીમાં હેલા ઉત્પન્ન થાય છે; અને કેટલીકવાર, બીજી યુવતીમાં જોયેલા ભાવથી, જોનાર યુવતીમાં હાવ ઉત્પન્ન થાય છે. અને ક્યારેક, બીજી યુવતીઓના ભાવને સાંભળવા માત્રથી હેલા, હાવ ઉત્પન્ન થાય છે. આમ, જુદી જુદી રીતે, ભાવ, હાવ અને પેલા વચ્ચે કાર્યકારણ સંબંધ રહેલો હોય છે.
યુવતીના શરીરમાં થોડોક, શોભામય ફેરફાર થાય જેથી અંતરનો રતિભાવ (પ્રેમોર્મિ) જણાઈ આવે તેને ૧. ભાવ કહે છે; જેમકે, ઉદા. ૭ર૪. આ
૫૭૬