________________
સ્ત્રીઓના વીસ અલંકારો(Graces)
સાતમા અધ્યાયનાં બાકીનાં સૂત્રો(૩૩-પર)માં શ્રી હેમચન્દ્રાચાર્યે સ્ત્રીઓના વીસ અલંકારો કે આભૂષણોનું સવિસ્તર, સોદાહરણ, વિવરણ કર્યું છે. આ વિષયના વિવેચનનો આરંભ કરતાં ગ્રંથકાર કહે છે કે -
| સર્વના વિંતિઃ સ્ત્રીના નંવારી: II (૭.૩૩)
યુવાન વયમાં, સ્ત્રીઓના, સત્ત્વથી ઉત્પન્ન થનારા વીસ અલંકારા હોય છે. સત્ત્વ અહીં કેવળ દેહધર્મરૂપ છે; સંવેદનરૂપ (ચૈતસિક) નથી.
દેહાત્મક ભવેત્સત્વ' એ “નાટ્યશાસ્ત્ર'ના વચન મુજબ, સત્ત્વથી ઉત્પન્ન થતા હોવાથી, ઉપરોક્ત વીસ અલંકારો, સત્ત્વજ કહેવાય છે. યુવતીના શરીરના ફેરફરોથી ઉત્પન્ન થતી શોભા વધારનાર હોવાથી એમને અલંકારો કહ્યા છે. ‘દશરૂપક કારે પણ આમ જ કહ્યું છે: “સ્ત્રીઓમાં યૌવનાવસ્થામાં સત્ત્વથી ઉત્પન્ન થયેલા, વીસ અલંકારો માનવામાં આવ્યા છે.” (દ. રૂ. ૨.૩૦). વીસ અલંકારોનું સ્વરૂપ
આ વીસ અલંકારો કેવળ શરીરનિષ્ઠ છે, ચિત્તવૃત્તિરૂપ નથી. યુવાનીમાં આ અલંકારો ભરપૂર ખીલી ઊઠે છે; જયારે બાલ્યાવસ્થામાં એ અપ્રગટ રહે છે; અને વૃદ્ધાવસ્થામાં દેખાતા નથી.
આમાંથી કેટલાક અલંકારો ક્રિયાત્મક છે અને કેટલાક ગુણાત્મક ક્રિયાત્મક અલંકારોમાંથી કેટલાક પૂર્વજન્મમાં પરિચિત રતિભાવને લીધે શરીરમાં ઉત્પન્ન થાય છે. આથી એ અલંકારો અંગજ કહેવાય છે; પણ બીજા કેટલાક આ જન્મમાં સમુચિત વિભાવને કારણે સ્કુટ થતા રતિભાવથી યુક્ત શરીરમાં વિલસી ઊઠે છે. આ અલંકારો સ્વાભાવિક કહેવાય છે. “સ્વ” એટલે પોતાના હૃદયમાં રહેલા રતિભાવથી પ્રગટે છે એટલે કે સ્વાભાવિક કહેવાય છે. આથી, આ સ્વાભાવિક અલંકારો, જુદી જુદી સ્ત્રીઓમાં, જુદી જુદી સંખ્યામાં હોય છે. પણ પહેલા પ્રકારના અલંકારો બધી જ સ્ત્રીઓમાં એકસરખા હોય છે. માત્ર, ગુણની માત્રામાં થોડોક ફેરફાર હોય છે. આમ, ક્રિયાત્મક અલંકારો ૧. અંગજ અને ૨. સ્વાભાવિક એમ બે પ્રકારના હોય છે. ભાવ, હાવ અને હેલા એ ત્રણ સત્ત્વની અધિકતાવાળી ઉત્તમ સ્ત્રીઓમાં ઉત્પન્ન થાય છે; એમને અંગજ અલંકાર કહે છે.
લીલા, વિલાસ, વિચ્છિત્તિ, બિબોક, વિભ્રમ, કિલિકિંચિત, મોટ્ટાયિત, કુમિત, લલિત અને વિહત એ દસ સ્વાભાવિક અલંકારો કહેવાય છે
પ૭પ