________________
અભિસારિકા - જે સ્ત્રી કામ વિહ્વળ બનીને પોતે જ પ્રિયતમની પાસે જાય છે; અથવા તેને (કાન્તને) પોતાની પાસે બોલાવે છે તે (બે પ્રકારની)
અભિસારિકા છે (ઉદા. ૭૨૨; અમરુ. ૩૧; ઉદા. ૭૨૩; શિશુપાલ. ૯.૫૬).
આ આઠ અવસ્થાઓનાં નામ જ અન્વર્થક છે, સ્વયંસ્પષ્ટ છે. તેથી દરેક અવસ્થાની જુદી જુદી વ્યાખ્યા કરવાનું ગ્રંથકારે આવશ્યક માન્યું નથી.૩૪
પણ, અગાઉ નોંધ્યું છે તેમ, આ આઠમાંથી માત્ર છેલ્લી ત્રણ(૬, ૭, ૮) અવસ્થાઓ જ પરસ્ત્રી કે પરકીયાને સ્પર્શે છે એ વાત દઢ કરવા માટે ગ્રંથકાર સૂત્ર એકત્રીસ (૭.૩૧૦માં કહે છે :
અત્યવસ્થા પરસ્ત્રી II (૭.૩૧) . અર્થાત્ “વિરહોન્કંઠિતા, વિપ્રલમ્બા તથા અભિસારિકા એ છેલ્લી ત્રણ અવસ્થા પરસ્ત્રીની બાબતમાં સંભવે છે.”
જો કે, “વાસકસજ્જા” એ પણ પરસ્ત્રીની બાબતમાં સંભવિત છે, એવી દલીલ થઈ શકે. પરસ્ત્રી કે કન્યા પણ પ્રિયતમને મળવા અંગરાગ, વસ્ત્રાલંકાર સજીને બેસે એ સહજ છે. પણ વાસકર્સજ્જા'ની સમજૂતીમાં જ પ્રથંકારે તે પત્ની છે અને પતિસમાગમની પ્રતીક્ષામાં છે એવું સ્પષ્ટ સૂચવી દીધું છે. એટલે છેલ્લી ત્રણ પરકીયાને માટે ઉચિત કરે છે. આની સ્પષ્ટતા કરતાં ગ્રંથકારે વૃત્તિમાં કહ્યું છે કે, “પરકીયા (પરસ્ત્રી કે કન્યા) સંકેત પહેલાં વિરહાકુળ હોય છે; પછી વિદૂષક વગેરેની મદદથી પ્રિયતમ પાસે જાય છે અને કોઈક કારણથી પ્રિયતમ ન મળતાં છેતરાયાનો અહેસાસ કરે છે; આમ, પરકીયા વિરહોત્કંઠિતા, અભિસારિકા તથા વિપ્રલબા એવી ત્રણ અવસ્થા અનુભવે છે.” આ સંદર્ભમાં ‘દશરૂપક'ની (૨.૨૩) “અવલોક ટીકામાં ધનિકે કરેલું વિવેચન બોધપ્રદ છે. આમ, પણ, ‘દશરૂપકમાં આઠ અવસ્થાઓનું જે નિરૂપણ છે તે અહીં તુલના માટે ખૂબ જ પ્રસ્તુત છે(જુઓ દ. રૂ. ૨.૨૩ અને ૨.૨૮ તથા અવલોક. ૨૦૭).
હેમચન્દ્રાચાર્યે પ્રતિનાયિકાનું સ્વરૂપ પણ વર્ણવ્યું છે(૭.૩૨) જેમાં શૌક્યને, ઇર્ષ્યાનું નિમિત્ત હોવાથી, પ્રતિનાયિકા ગણાવી છે અને દાખલો આપતાં કહ્યું છે કે, સત્યભામા, રુકિમણી માટે પ્રતિનાયિકા છે. પણ, નાયિકાની દૂતીઓ સર્વવિદિત છે તેથી તેમનું વર્ણન ગ્રંથકારને બિનજરૂરી જણાયું છે.
પ૭૪