SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. પ્રોષિતભર્તૃકા - જે સ્ત્રીનો પતિ કોઈ કામથી બીજા દેશમાં ગયેલો છે તે સ્ત્રી | ‘પ્રોષિતભર્તૃકા છે (ઉદા. ૭૧૬). ૩. ખંડિત - બીજી સ્ત્રી (વનિતા)ની સોબતને કારણે કે પ્રિયતમ ન આવવાથી દુઃખસંતપ્ત સ્ત્રી ખંડિતા છે(ઉદા. ૭૧૭; શિશુપાલ. ૧૧.૩૪). ૪. કલહાન્તરિતા - ઇર્ષ્યા કે કલહ(કજિયા)ને કારણે, પતિને તરછોડવાથી, એના સંગમના સુખથી વંચિત સ્ત્રી ‘કલાન્તરિતા” છે(ઉદા. ૭૧૮; અમરુ ૯૨). વાસકસજ્જા - “વાસક' એટલે કામ-સમાગમ માટેની મુલાકાતવિધિ, જ્યારે પતિ પ્રિયતમ પાસે આવે છે અને પ્રિયતમા સાથે રાત્રિ પસાર કરે છે(ઉદા. ૭૧૯). આવા દિવસોની એક યાદી, શ્રી હેમચન્દ્રાચાર્ય, અવતરણ (૯૨૯)માં રજૂ કરી છે, જેનો અર્થ છે : છ (દિવસ,) વાસક કહેવાય છે - ૧. જ્યારે એ સ્ત્રીનો વારો હોય તે દિવસ; ૨. ઋતુકાળ પછીનો છઠ્ઠો દિવસ જ્યારે સ્ત્રી સાથે, સંતાનપ્રાપ્તિ માટે, સમાગમ શાસ્સે માન્ય કર્યો છે; ૩. નવી પ્રસૂતિ પછી થોડા દિવસો બાદ; ૪. કોઈ સ્વજનનના નિધનથી સ્ત્રી શોકમાં હોય ત્યારે; ૫. સ્ત્રી ખૂબ જ આનંદમાં હોય ત્યારે; અને ૬. જે દિવસોમાં સ્ત્રી સમાગમની છૂટ હોય તે બધા દિવસો. આ છ પ્રસંગે, સ્ત્રી, પોતાના પતિની સાથે રતિ અને સંભોગની લાલસાથી ઉત્તમ અંગરાગ, વસ્ત્રાલંકાર વગેરે સજીને બેસે છે. આથી એ સ્ત્રી વાસકસજ્જા કહેવાય છે. “વિવેક'(પૃ. ૪૧૯ - ૨૦)માં પરિપાટિ, નવપ્રસવ, દુઃખ, પ્રમોદ, વાસક, ફલાર્થ, ઉચિત વાસક ઇત્યાદિ શબ્દોની સમજૂતી આપી, ગ્રંથકારે ત્રણ અવતરણો (૧૭૫-૧૭) આપ્યાં છે. આ બધી મુલાકાતવિધિ બહુપત્નીવાળા રાજાઓ સંબંધી છે એ પણ સ્પષ્ટ છે. વિહોત્કંઠિતા - જે સ્ત્રીનો પતિ કોઈ કારણસર મોડો આવે છે, જેથી પતિની માનીતી એવી એ સ્ત્રીને દુઃખ કે વ્યાકુળતા થાય છે – એવી સ્ત્રી ‘વિરહોત્કંઠિતા” છે (ઉદા. ૭૨૦). ૭. વિમલબ્ધા – દૂતી મારફતે કે જાતે આવવાનું વચન આપીને, નાયક ન આવે અને એ રીતે નાયિકાને છેતરે ત્યારે છેતરાયેલી સ્ત્રી ‘વિપ્રલમ્બા” કહેવાય છે (ઉદા. ૭૨૧). ૫૭૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy