SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભમાં, ધનિક ઉમેરે છે કે, “મૃચ્છકટિકમાં વસન્તસેના, ચારુદત્ત પ્રત્યે અનુરાગયુક્ત છે તે આનો દાખલો છે. પ્રહસનમાં હાસ્યના ભાજન તરીકે, અનુરક્ત ન હોય તેવી ગણિકા આવી શકે. પણ દિવ્ય નાયક કે નૃપનાયક હોય તેવાં નાટકાદિમાં ગણિકા ન ચાલે.” રુદ્રટે આને “સર્વાસતા” અને “સર્વાંગના' કહી છે (કાવ્યા. ૧૨.૧૬; ૨૧.૩૯). નાયિકાની આઠ અવસ્થાઓ પ્રેમાસક્ત નાયિકાની આઠ અવસ્થાઓ ગ્રંથકારે વર્ણવી છે(૭.૩૦)૧૭૩ स्वाधीनपतिका प्रोषितभर्तका खण्डिता कलहान्तरिता वासकसज्जा વિરોષ્ઠતા વિપ્રવ્યાપારિકા વેતિ સ્વસ્ત્રીજી મટાવસ્થા: II (૭.૩૦) અર્થાત “૧. સ્વાધીનપતિકા, ૨. પ્રોષિતભર્તૃકા, ૩. ખંડિતા, ૪. કલહાન્તરિતા, ૫. વાસકસજ્જા, ૬. વિરહોત્કંઠિતા, ૭. વિપ્રલબ્ધા અને ૮. અભિસારિકા એ સ્વકીયા (સ્વસ્ત્રી) નાયિકાની આઠ અવસ્થાઓ હોય છે.” આમ, હેમચન્દ્રાચાર્યના મતે, પોતાના પતિના પ્રેમમાં આસક્ત સ્ત્રી(સ્વકીયા)ની આઠ અવસ્થાઓ છે. આ આઠેઆઠ અવસ્થાઓ પત્ની(સ્વકીયા)ને જ લાગુ પડી શકે એમ છે. પણ પ્રેમાતુર સ્ત્રી જો પત્ની ન હોય તો – એટલે કે એ સ્ત્રી જો પરસ્ત્રી કે કન્યા (પરકીયા) હોય તો, એની બાબતમાં આ બધી (આઠ) અવસ્થાઓ સંભવિત નથી; માત્ર છેલ્લી ત્રણ અવસ્થાઓ- વિરહાત્કંઠિતા, વિપ્રલબ્ધા કે અભિસારિકા એ ત્રણ અવસ્થાઓ જ સંભવિત છે (જુઓ સૂત્ર ૩૧ (૭.૩૧). આ કારણથી જ ત્રીસમા સૂત્ર(૭.૩૦)ના પ્રારંભે “વ-પરસ્ત્રી /મવસ્થા:' એટલે કે “સ્વ” (સ્વકીયા) અને ‘પરા'(પરકીયા) સ્ત્રીની અવસ્થા એમ કહ્યું છે. ટૂંકમાં, આ સૂત્રમાં પ્રેમાસક્ત “સ્વકીયા” અને “પરકીયા' સ્ત્રીની આઠ અવસ્થાનું વર્ણન છે. સ્વ-પર-સ્ત્રીઓની આઠ વિશિષ્ટ અવસ્થાઓનું વિવરણ ગ્રંથકારે પ્રેમાસક્ત સ્ત્રીઓની આઠ અવસ્થાઓનું ત્રીસમા સૂત્ર(૭.૩૦)ની વત્તિમાં સોદાહરણ વિવરણ કર્યું છે : ૧. સ્વાધીનપતિકા - જે સ્ત્રીનો પતિ, રતિ ગુણથી આકર્ષાઈને, પાસે જ રહે છે તથા સ્વાધીન રહે છે તે “સ્વાધીનપતિકા’ સ્ત્રી છે (ઉદા. ૭૧૫). ૫૭૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy