________________
૧. ધીરા મધ્ય નાયિકા વ્યંગ્યાત્મક વક્રોક્તિ વડે કોપ વ્યક્ત કરે છે; ઉદા.
૭૦૩, શિશુપાલ. ૭.૫૩ ૨. ધીરા-અધીરા મધ્યા નાયિકા આંસુથી યુક્ત વ્યંગ્યાત્મ વક્રોક્તિ વડે ક્રોધ
વ્યક્ત કરે છે; ઉદા, અમ-પ૭ (વાજો નાથઉદા. ૭૦૪). ૩. અધીરા મધ્યા નાયિકા કઠોર વચનોથી કોપ દર્શાવે છે; ઉદા. ૭૦૫. ધીરા વગેરે પ્રૌઢા નાયિકાની ક્રોધ વ્યક્ત કરવાની રીતો આ પ્રમાણે છે-(૭.૨૭) ૧. ધીરા પ્રૌઢા નાયિકા ચતુરાઈથી અથવા આન્તરિક ભાવોને છૂપાવીને
તથા ઔપચારિકતાથી ક્રોધ પ્રગટ કરે છે; જેમ કે અમર ૧૮ (ઉદા. ૭૮૬)
- tત્રીનતિઃ પરિતા તથા સુભાષિતાવલી (૧૬૨૩; ઉદા. ૭૦૭). ૨. ધીરા - અધિરાપ્રૌઢા નાયિકા અનુકૂળતા તથા ઉદાસીનતા દ્વારા ક્રોધ પ્રગટ
કરે છે; ઉદા. ૭૦૮ (શું.તિ. ૧.૮૪) તથા ઉદા. ૭૦૯ (અમરુ ૧૦૬) ૩. અધીરા પ્રૌઢા નાયિકા ધમકી (સંતર્જન) અને આઘાત વડે પોતાનો ક્રોધ
વ્યક્ત કરે છે; ઉદા.૭૧૦ (અમરુ. ૬૯) તથા ૭૧૧ (પામ7૦) ૨. પરકીયા નાયિકા (૭.૨૮) વિભાવના અને વિવેચન
પોઢા પરસ્ત્રી ચા ૨ | (૭.૨૮) બીજાની પરિણીતા સ્ત્રી(પરોઢા) અને કન્યા (બે) પરકીયા નાયિકા છે.
આમાંથી પરોઢા કે પારકાની પરણેતર(પરસ્ત્રી), નાટકાદિમાં પ્રધાન રસના આશ્રય તરીકે ઉપયોગી નથી એટલે એનો વિસ્તાર કર્યો નથી. વળી “રખાત (અવરુદ્ધા) પણ પરસ્ત્રી કહેવાય છે કેમ કે, “પણ ઊઢા' (બીજાથી લઈ જવાયેલી) એ ઉક્તિમાં જે “ઊઢા' શબ્દ છે તે ઓળખચિહ્ન છે.
દે પ્રતિશિનિ એ શ્લોક (ઉદા. ૭૧૨; ઉદા. ર૬, પૃ. ૫૮-૫૯)માં બીજા નાયકથી સંબંદ્ધ પરકીયા (પરસ્ત્રી)નાયિકાનું વર્ણન છે. કન્યા પણ, ભલે પરણેલી ન હોય, છતાં, તે પિતાના અંકુશમાં લેવાથી,પરસ્ત્રી જ ગણાય છે, જેમ કે, ઉદા. ૭૧૩.
અહીં નોંધવું જોઈએ કે, ધનંજયે (દ. રૂ. ૨૦-૨૧) પરસ્ત્રીની આવી જ વ્યાખ્યા આપી છે અને કહ્યું છે કે, “અંગીરસમાં અન્યોઢા(પરિણીતા) પરકીયા નાયિકાનું વર્ણન ન કરવું.” એ જ સ્થળે, ધનંજયે સ્પષ્ટતા કરી છે કે, “કન્યા પ્રત્યેનો પ્રેમ, અંગીરસનું પણ અંગ બની શકે છે અને અંગરૂપ રસનું પણ. તેથી કન્યાના પ્રેમનું વર્ણન કરવામાં કોઈ દોષ નથી.”
૫૭૦