SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યે નિરૂપેલા નાયિકા-ભેદો ૧. સ્વકીયા નાયિકા નાયિકાના ૧. સ્વકીયા, ૨. પરકીયા અને ૩. સામાન્ય એવા મુખ્ય ત્રણ ભેદો દર્શાવ્યા પછી (૭.ર૧). શ્રી હેમચન્દ્રાચાર્યે, પહેલાં ૧. સ્વકીયાં નાયિકાનું વર્ણન કર્યું છે (૭.૨૨) : સ્વયમૂઢ શીલાદ્રિતી સ્વા. (૭.૨૨). શીલ, સરળતા, લજ્જા, ગૃહાચારમાં નિપુણતા વગેરે ગુણોથી સજજ એવી પોતાની પરિણીતા સ્ત્રી “સ્વકીયા” નાયિકા કહેવાય છે. પછી, આ સ્વા, સ્વીયા કે સ્વકીયા નાયિકાના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે (૭.૨૩) વય: રાતામ્યાં મુરથી મધ્ય પ્રૌઢતિ સા 2ધા (૭.૨૩) વય કહેતાં શરીરની અવસ્થા અને કૌશલ એટલે કામોપચારમાં નિપુણતાના આધારે સ્વકીયા નાયિકાના ત્રણ ભેદ છે: ૧. મુગ્ધા, ૨. મધ્યા અને ૩. પ્રૌઢા.૧૬૮ આ ત્રણેય પ્રકારની સ્વકીયા નાયિકાના વય તેમ જ કૌશલને લીધે બે-બે ભેદ છે. આમ સ્વકીયા નાયિકા – વયથી મુગ્ધા, કૌશલથી મુગ્ધા, વયથી મધ્યા, કૌશલથી મધ્યા અને વયથી પ્રૌઢા, કૌશલથી પ્રૌઢા એમ છ પ્રકારની હોય છે. આ છ પ્રકારની સ્વકીયા નાયિકાનાં ગ્રંથકારે છ જુદા જુદા શ્લોકો વડે રસિક ઉદાહરણો આપ્યાં છે (ઉદા. ૬૯૭-૭૦૨). નાયિકાના ત્રણ મુખ્ય ભેદો-મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા-માંથી છેલ્લા બે ભેદો-મધ્યા અને પ્રૌઢા, એ દરેકના પાછા ત્રણ-ત્રણ ભેદો છે - ધીરા મધ્યા, ધીરા-અધીરા મધ્યા અને અધીરા મધ્યા; ધીરા પ્રૌઢા, ધીરા-અધીરા પ્રૌઢા અને અધીરા પ્રૌઢા. આમ મધ્યા તથા પ્રૌઢા નાયિકાના કુલ છ ભેદ થાય છે(૭.૨૪). આ છ ભેદોમાંથી દરેક પ્રકારના બે-બે ભેદ થાય છે : ૧. જયેષ્ઠા અને ૨. કનિષ્ઠા(૭.૨૫). આમ મધ્યા અને પ્રૌઢા નાયિકાના કુલ બાર ભેદ થાય છે પણ, મુગ્ધા, નાયિકાનો એક જ ભેદ છે. આમ, સ્વકીયા નાયિકાના કુલ તેર ભેદ થાય છે. ધીરા વગેરે ત્રણ પ્રકારની મધ્યા નાયિકાની “કોપ વ્યક્ત કરવાની રીત આ પ્રમાણે છે(૭.૨૬) ૫૬૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy