SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ નાયિકા, નાયકના ઉપર કહેવામાં આવેલા, ગુણોથી યુક્ત હોય છે અને તેના ૧. સ્વકીયા, ૨. પરકીયા અને ૩. સામાન્યા એવા ત્રણ ભેદ છે.” ધનંજયે પણ ત્રણ પ્રકારની નાયિકા માની છે : સ્વાન્યાસ ધારસ્ત્રીતિ તપુOT નાયિકા ત્રિધા ii (૨.૧૫) નાયિકા, નાયકના જ સામાન્ય ગુણોથી ઓતપ્રોત હોય છે અને એ ત્રણ પ્રકારની હોય છેસ્વા(સ્વકીયા), અન્યા(પરકીયા) અને સાધારણ સ્ત્રી. શૃંગારરસનાં કાવ્યો તથા રૂપકોમાં નાયિકાનું ચિત્રણ કાવ્ય કે નાટકમાં નાયિકા એ ખૂબ જ મહત્ત્વનું પાત્ર હોય છે અને તે શૃંગારરસની કૃતિમાં તો સ્વાભાવિક રીતે જ અત્યંત પ્રાધાન્ય ભોગવે છે. નાયિકાનું ઉત્કૃષ્ટ પાત્રાલેખન કરવા માટે કવિ પાસે ઉત્તમ કવિત્વશક્તિની અપેક્ષા રહે છે; કારણ, નાયિકાનું ઉત્તમ ચરિત્રાલેખન, સાહિત્યકૃતિની સફળતાનું ઘાતક બની રહે છે. રસાત્મક કાવ્ય કે નાટકમાં, ખાસ કરીને શૃંગારરસના કાવ્યનાટકમાં નાયિકાનાં જુદાં જુદાં સ્વરૂપોની કાવ્યશાસ્ત્ર તેમ જ નાટ્યશાસ્ત્રના લેખકોએ, ઊંડી તથા વિસ્તૃત વિચારણા કરી છે. નાયિકાના શૃંગારના આલેખન સંબંધી ડૉ. સુશીલકુમાર દે લખે છે કે - “પ્રેમ, સ્ત્રીના હૃદયને, પુરુષના હૃદય જેટલું જ, પ્રભાવિત કરે છે; પણ જુદા જુદા માણસોના પ્રતિભાવો જુદા જુદા હોય છે. આથી સંવનન અને પ્રેમાભિવ્યક્તિ જુદી જુદી રીતે થાય છે. કાવ્યશાસ્ત્ર તથા કામશાસ્ત્ર પરના લેખકો આ જુદાં જુદાં પાત્રોનું વર્ગીકરણ કરવામાં તેમ જ એ બધાની પ્રેમાનુભૂતિનું પૃથક્કરણ કરવામાં ખૂબ જ રસ લે છે. આમ, દરેક નાયક, નાયિકા, એમના સહાયકો - પીઠમર્દ, વીટ, વિદૂષક, દાસી, દૂતી, દૂત ઇત્યાદિ, દરેક સંભવિત પ્રકારનાં પાત્રોનો, સામાજિક દરજ્જો, વ્યક્તિત્વ, પરિસ્થિતિ વગેરેને અનુલક્ષીને, જુદા જુદા પ્રકારો અને પેટા-પ્રકારો પાડવામાં આવ્યા છે અને એ બધાં પાત્રોના ભાવો અને અનુભાવો કે વ્યવહાર-વર્તનની વિગતવાર છણાવટ કરવામાં આવી છે. આ રીતે, પ્રેમ કે શૃંગારરસની વ્યાખ્યા કરવામાં આવી છે અને તેની બધી અવસ્થાઓ, મનોદશાઓ તથા સ્થિતિઓનું ઉદ્યમપૂવર્ક પૃથક્કરણ તેમ જ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિ મધ્યમ કક્ષાની 'વિવેચક-બુદ્ધિને બહુ આકર્ષી ગઈ હતી એમાં શંકા નથી. એ પ્રવૃત્તિનું પ૬૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy