________________
“પણ શૃંગારવિષયક દક્ષિણ વગેરે જે ચાર પ્રકારના નાયકો છે તેવા એક નાયકનું જુદી જુદી અવસ્થાઓમાં આલેખન કરવું - એ નાયક પ્રધાન નાયક હોય કે અંગભૂત નાયક હોય તોપણ - અયોગ્ય નથી. આ પ્રકારના ભેદોનો ઉપયોગ, એક અવસ્થા પછી, બીજી અવસ્થામાં, થઈ શકે છે; કારણ, આ અવસ્થાઓ પરસ્પર સાપેક્ષ છે. અર્થાત્ એક જ નાયક દક્ષિણ, શઠ, ધૃષ્ટ એવી જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થાય છે. આથી મુખ્ય નાયકની બાબતમાં પણ દક્ષિણ વગેરે ગુણોનું જુદી જુદી અવસ્થાઓમાં આલેખન કરી શકાય છે.”
આમ, ધનિકે, નાયકના સ્વરૂપ અને ભેદો સંબંધી એક મહત્ત્વના શાસ્ત્રીય પ્રશ્નનો હંમેશને માટે ઉકેલ બતાવ્યો છે અને શ્રી હેમચન્દ્રાચાર્યે ધનિકની દલીલો લગભગ શબ્દશઃ “વિવેકામાં રજૂ કરી છે. પ્રતિનાયક વીસમા સૂત્રમાં(૭.૨૦) શ્રી હેમચન્દ્રાચાર્યે પ્રતિનાયકનું સ્વરૂપ વર્ણવ્યું છે
વ્યસની પાપકૃષ્ણુવ્યો તો ધીરોદ્ધતિ: પ્રતિનાય: II (૭.૨૦) નાયકની ફળપ્રાપ્તિમાં વિઘ્ન નાખનાર, નાયકનો શત્રુ પ્રતિનાયક કહેવાય છે. એ પ્રતિનાયક – *
વ્યસની, પાપી, લોભી, ઘમંડી તથા ધીરોદ્ધત હોય છે.” નાયકના દુશ્મન પ્રતિનાયકની આ વિશેષતાઓ છે. રામનો શત્રુ રાવણ અને યુધિષ્ઠિરનો શત્રુ દુર્યોધન છે. તેથી રાવણ અને દુર્યોધન, અનુક્રમે રામ અને યુધિષ્ઠિરના, પ્રતિનાયકો છે.
દશરૂપક(૨.૯)માં પ્રતિનાયકની આ જ શબ્દોમાં વ્યાખ્યા થઈ છે. પણ, દશરૂપકમાં જ્યાં “રિપુ' શબ્દ છે ત્યાં શ્રીહેમચન્દ્રાચાર્યે, પોતાની પ્રતિનાયકની વ્યાખ્યામાં પ્રતિનાયક શબ્દ પ્રયોજ્યો છે જે ખૂબ જ ઉચિત શબ્દ છે.
પ્રતિનાયક એટલે નાયકનો પ્રતિસ્પર્ધી, વિરોધી અથવા કટ્ટર શત્રુ. આજે આપણે એને ખલનાયક કહીએ છીએ. નાયક હમેશાં આદર્શ, સંસ્કારી, સદ્ગણી, ધીર-ગંભીર હોય છે, જ્યારે પ્રતિનાયક લોભી, કપટી, દ્વેષી, પાપી, ક્રોધી, લંપટ હોય છે અને તે ઘણીવાર ખૂબ જ બળવાન તથા સાધનસંપન્ન હોય છે. નાયિકાનું સ્વરૂપ
તવા પર સામાન્ય નાગપિ 2ધા (૭.૨૧)
૫૬૬