________________
અહીં યાદ રાખવાનું છે કે, આ પ્રશ્ન ધીરાદાત્ત વગેરે પ્રથમ પ્રકારના નાયક-ભેદને સ્પર્શે છે. પણ, દક્ષિણ વગેરે શૃંગારવિષયક નાયક-ભેદ અંગે પણ એ પ્રશ્ન પૂછી શકાય. આ સંબંધમાં ધનિકે કરેલી દલીલો, સંક્ષેપમાં આ પ્રમાણે છે
ધીરલલિત વગેરે શબ્દો (શાસ્ત્રીય સંજ્ઞાઓ) જે તે સંદર્ભમાં વર્ણવાયેલા ગુણોથી સમારોડિત અવસ્થાને નિર્દેશ કરે છે. આમ, એક જ નાયકમાં ક્યારેક લલિતતાવાળી અવસ્થા, ક્યારેક શાન્તતાવાળી અવસ્થા, ક્યારેક ઉદાત્તતાવાળી અવસ્થા તો ક્યારેક ઉદ્ધત્તતાવાળી અવસ્થા જોવા મળે છે. જેમ, એક જ બળદને, આપણે જુદી જુદી અવસ્થામાં વાછરડો, બળદ, સાંઢ એવી રીતે ઓળખાવીએ છીએ; તેમ જ, નાયકની બાબતમાં પણ બને છે. ઉદાત્ત, લલિત વગેરે જાતિના(ઉદાત્તત્તવ, લલિતત્ત્વ) રૂપમાં નાયકમાં હોતાં નથી. જેમ બળદમાં વાછરડાપણું વગેરે જાતિ નથી, પણ ગોત્વ જાતિ છે તેમ નાયકમાં નાયકત્વ જાતિ છે, લલિત વગેરે એના ગુણો છે. જો લલિત વગેરેને જાતિ માનીએ તો એક જ નાયકનાં અનેક રૂપોનું નિરૂપણ અયોગ્ય ગણાશે. પણ મહાકવિઓએ પોતાના ગ્રંથોમાં એક જ નાયકનું કેટલાંય રૂપોમાં નિરૂપણ કર્યું હોય છે જે પરસ્પરવિરોધી હોય છે; છતાં એ વિરોધી નિરૂપણો અસંગત એટલા માટે નથી લાગતાં કે લલિત વગેરે ગુણ છે; અને એક જ વ્યક્તિમાં, જુદા જુદા સમયે, જુદા જુદા ગુણો જોવા મળી શકે છે. પણ જો લલિત વગેરે જાતિ જ હોય, તો જાતિ તો અફર છે; એટલે
જ્યાં લલિત જાતિ હોય ત્યાં ઉદાત્ત જાતિ કેવી રીતે હોઈ શકે ? દા.ત. ભવભૂતિએ, તેમના “મહાવીરરચિત નાટકમાં એક જ પાત્ર-પરશુરામને ધીરોદ્ધત્ત, ધીરોદાત્ત તેમ જ ધીરશાન્ત નિરૂપ્યા છે અને છતાં કોઈ જ વિવચકે, પરશુરામની આ ભિન્ન ભિન્ન અવસ્થાના વિવિધરંગી નિરૂપણ સામે વાંધો લીધો નથી. આ રીતે અવસ્થાભિન્નતાનું વર્ણન અનુચિત નથી જ. વળી, જે કાવ્ય કે રૂપકનો નાયક નથી એવા અંગભૂત(ગૌણ) પાત્રના ગુણો ચુસ્ત રીતે ઠરાવેલી નથી. અર્થાત્ આવા પાત્રોનું નિરૂપણ બદલી શકાય છે. પણ, સાહિત્યકૃતિના પ્રધાન પાત્ર(નાન ક), જેમ કે રામ વગેરે અંગે નિયમ ચુસ્ત છે કે એવા પ્રધાન પાત્રની જે અવસ્થા સર્જકે આરંભમાં ગ્રહણ કરી હોય તેનો જ અંત સુધી નિર્વાહ કરવો એ જ યોગ્ય છે. બીજી અવસ્થા આલેખવી એ ઠીક નથી. આમ, રામ કે જે ધીરોદાર નાયક છે તે છળકપટથી વાલિનો વધ કરે છે ત્યારે તરત જ ધીરોદ્ધત નાયક બની જાય છે જે યોગ્ય નથી, ઈષ્ટ નથી – એવા નિરૂપણને ટાળવું જોઈએ.
૫૬૫