SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ધીરોદાત્ત પ્રકારના નાયક મનાય છે; અને બ્રાહ્મણો તથા વણિકો, ધીરપ્રશાન્તા નાયક મનાય છે. પણ, આ નિયમ ચુસ્ત અથવા જડબેસલાક નથી. કારણ, રામ રાજા હોવા છતાં પણ ધીરોદાત્ત નાયક છે; જ્યારે “માલતીમાધવ' નાટકમાં, માધવા મંત્રીનો પુત્ર છે છતાં એ ધીરલલિત પ્રકારનો નાયક ગણાય છે અને જીમૂતવાહન રાજપુત્ર હોવા છતાં ધીરપ્રશાન્ત પ્રકારનો નાયક છે - જો કે, ધનંજય-ધનિક જીમૂતનાહનને “ધીરોદાત્ત” પાત્ર માને છે(દ. રૂ. ૨.૪ તથા “અવલોક' પૃ. ૫૫-૫૮). આથી જ શ્રી હેમચન્દ્રાચાર્ય, ધીરોદાત્તાદિ નાયક ભેદોના વિવરણના સંદર્ભમાં, ભરતમુનિના “નાટ્યશાસ્ત્રમાંથી બે શ્લોકો, અવતરણ(૧૮)રૂપે, રજૂ કરે છે(ના. શા. ૩૪.૧૮-૧૯ અથવા ર૪.૧૮-૧૯). આ અવતરણ મુજબ દેવો ધીરોદ્ધત; રાજાઓ ધીરલલિત; સેનાપતિ અને અમાત્ય ધીરાદાત્ત; અને બ્રાહ્મણો તથા વણિકો ધીરપ્રશાન્ત ગણાય છે. આ રીતે ભરતે ચાર પ્રકારના સામાન્ય નાયકો દર્શાવ્યા છે. આ મુદ્દાની વિશેષ છણાવટ ધનંજયના “દશરૂપક' પરની ધનિકની ‘અવલોક, નામક ટીકામાં કરવામાં આવી છે. તેથી શ્રી હેમચન્દ્રાચાર્યું, ‘વિવેક'(પૃ. ૪૧૧)માં અવલોક'માંથી અવતરણ રજૂ કર્યું છે. સમગ્ર સાતમા અધ્યાયમાં ‘વિવેકમાં સૈદ્ધાત્ત્વિક ચર્ચા રજૂ કરતો આ એક જ પરિચ્છેદ છે. “વિવેક'માં “નાટ્યશાસ્ત્ર'ના ઉપરોક્ત બે શ્લોકોમાં રજૂ થયેલા મુદાનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને પછી, “દશરૂપક' ૨.૧૫ અને ૨.૧૬ પરની અવલોક ટીકામાંથી ધનિકની દલીલો રજૂ કરવામાં આવી છે. અહીં ધનિકનો પરિચ્છેદ કેટલાક ફેરફારો સાથે રજૂ થયો છે એ સ્પષ્ટ છે. નાયકના ભેદોની અદલાબદલી થઈ શકે કે નહીં? “નાટ્યશાસ્ત્રમાંથી ઉદ્ધત કરેલા પ્રથમ શ્લોકમાં આવતા “રેવા ધીરોદ્ધતા: એ શબ્દો લઈને વિવેક(પૃ. ૪૧૧)માં ગ્રંથકાર ચર્ચા આરંભે છે - જનક રાજા જેવા અને રામ જેવા પુરુષોને ધીરલલિત માનવા તેમાં ઔચિત્ય નથી. એટલે માત્ર રાજાઓને જ ધીરલલિત ગણવા, બીજાઓને નહીં. સેનાપતિ અને અમાત્ય તો ધીરોદાત્ત જ છે. દેવો, ધીરોકત મનાય છે. બ્રાહ્મણ વગેરે ધીરપ્રશાન્ત છે. આ રીતે વિવેચન કરવું જોઈએ.” આ મુદામાંથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું ઉપર વર્ણવેલા નાયક-ભેદોની ૧. એકબીજા સાથે અદલાબદલી થઈ શકે છે? કે પછી ૨. એ ભેદો અફર છે ? ૫૬૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy