________________
અંત:કરણવાળો (મહાસત્ત્વ), તથા દૃઢનિશ્ચયી નાયક ધીરાદાત્ત કહેવાય
છે; જેમ કે રામ વગેરે (૭.૧૨). ૨. ધીરલલિત નાયક - કળાપ્રેમી, ભોગપ્રવણ(સુખી), શૃંગારી, સુકુમાર
વૃત્તિવાળો(મૃદુ); ચિંતાથી મુક્ત; જેમ કે વત્સરાજ (૭.૧૩). ૩. ધીરશાન્ત નાયક - વિનયી અને શાન્ત નાયક ધીરશાન્ત કહેવાય છે;
જેમ કે “માલતીમાધવ'નો નાયક માધવ અને “મૃચ્છકટિક'નો નાયક ચારુદત્ત (૭.૧૪). ધીરોદ્ધત નાયક - શૂરવીર, મત્સરી(અસહનશીલ), માયી (મંત્ર વગેરેના બળથી અવિદ્યમાન વસ્તુઓ દેખાડનાર),આપવડાઈમાં રાચનાર(વિત્થન), ઠગારો (વંચનામય), ક્રોધી અને શૌર્ય વગેરેના ઘમંડથી યુક્ત નાયક
ધીરોદ્ધત કહેવાય છે; જેમ કે, પરશુરામ, રાવણ વગેરે (૭.૧૫). શૃંગારરસના આધારે થતા નાયકભેદ
ઉપરોક્ત દરેક નાયક, શૃંગારરસના આધારે, દક્ષિણ, ધૃષ્ટ, અનુકૂલ અને શઠ એમ ચાર પ્રકારનો હોય છે. આમ નાયકના કુલ સોળ પ્રકાર થાય છે. ૧. દક્ષિણ નાયક - જે કનિષ્ઠા નાયિકાના પ્રેમમાં હોવા છતાં જયેષ્ઠા
નાયિકા(જૂની રાણી) પ્રત્યે સહૃદય એટલે કે સમાન હૃદયભાવનાથી વર્તે છે તે દક્ષિણ નાયક કહેવાય છે(ઉદા. ૨૯૨) (૭.૧૬) ધૃષ્ટ નાયક - જેનો બીજી નાયિકા પ્રત્યેનો પ્રેમ પ્રગટ થઈ ગયો છે
(વ્યક્તાપરાધ) તે ધૃષ્ટ નાયક કહેવાય છે(ઉદા. ૬૯૩, અમર ૬૦) (૭.૧૭) ૩. અનુકૂલ નાયક - એક પત્નીવાળો નાયક અનુકૂલ કહેવા છે, જેમ કે, રામ
(ઉદા. ૬૯૪, ઉત્તર રામચરિત ૧.૩૮ ચંદે નક્ષ્મી:... ઇત્યાદિ) (૭.૧૮) ૪. શઠ નાયક - ખાનગીમાં અપરાધ કરનાર એટલે કે ખાનગીમાં જૂની
રાણીને અપ્રિય પ્રેમસંબંધો નિભાવનારનાયક શઠ કહેવાય છે (ઉદા. ૬૯૫;
અમ ૧૯(?) પેત્રીસન એ શ્લોક). (૭.૧૯). નાયકના આ બધા ભેદો ચુસ્ત નથી
સામાન્યતઃ કાવ્યમાં કે રૂપકમાં કોઈ દેવ નાયક હોય તો તે ધીરોદ્ધત નાયક ગણાય છે; રાજા ધીરલલિત પ્રકારનો નાયક ગણાય છે; મંત્રીઓ અને સેનાપતિઓ
પ૬૩