SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, શ્રીહેમચન્દ્રાચાર્યે આઠ સૂત્રો(અ. સૂ. ૩.૧૦)માં નાયકના આઠ સાત્ત્વિક ગુણોનું, ઉદાહરણો સાથે, વર્ણન કર્યું છે. આઠ સાત્ત્વિક ગુણોનાં લક્ષણો દર્શાવતાં બધાં સૂત્રોની વૃત્તિમાં હેમચન્દ્રાચાર્યે જે વિવરણાત્મક ટિપ્પણો આપ્યાં છે તે, સૂત્રનું તાત્પર્ય પ્રગટ કરવા ઉપરાંત, વિવિધ ઉદાહરણો પર પણ પ્રકાશ પાડે છે. અહીં એ નોંધવું જરૂરી છે કે આઠ સાત્ત્વિક ગુણોમાંથી કેટલાક ગુણો અને તેમના અર્થો ઉપર ‘દશરૂપક’માંથી પ્રસ્તુત નેતૃગુણો - નેતા વિનીતો ઈ.માંથી પ્રાપ્ત થયા છે. નાયકના ભેદો હેમચન્દ્રાચાર્યના મતે, ૧. ધીરોદાત્ત, ૨. ધીરલલિત, ૩. ધીરશાન્ત અને ૪. ધીરોદ્ધાત્ત એવા નાયકના ચાર સામાન્ય ભેદો છે ઃ ધીરોવાાંતતિતશાન્તો દ્ધતમેવાત્ મ ચતુર્થાં ૫(૭.૧૧) પણ, નોંધપાત્ર છે કે દરેક નાયક ધીર તો હોય જ છે - એટલે, સૂત્ર ૭.૧૧ની વૃત્તિમાં કહ્યું છે તેમ, ‘ધીર’ શબ્દ દરેક નાયક સાથે જોડાય છે. આમ ધીરોદાત્ત, ધીરલલિત, ધીરશાન્ત અને ધીરોદ્ધાત્ત એવા નાયકના ચાર પ્રકારો થાય છે. જો કાવ્યમાં કે નાટકમાં શૃંગારરસનું નિરૂપણ થયું હોય તો, શૃંગારરસના નાયકના પણ ચાર ભેદો થાય છે. એટલે કે, શૃંગા૨૨સનો નાયક કાં તો દક્ષિણ હોય છે, ધૃષ્ટ હોય છે, અનુકૂલ હોય છે અથવા શઠ હોય છે. આમ, ૧. દક્ષિણ, ૨. ધૃષ્ટ, ૩ અનુકૂલ અને ૪. શઠ એવા ઉપરોક્ત ધીરોદાત્ત વગેરે પ્રત્યેક સામાન્ય નાયકના દક્ષિણ વગેરે પુનઃ ચાર ભેદ થાય છે. આમ નાયકના સોળ પ્રકારો થાય છે. શ્રીહેમચન્દ્રાચાર્યે સૂત્ર ૧૨ થી ૧૯(૭.૧૨-૧૯), એટલે કે, આઠ સૂત્રોમાં, પ્રથમ, ધીરોદાત્ત વગેરે ચાર પ્રકારના સામાન્ય નાયકનાં અને પછી અનુકૂલ વગેરે ચાર પ્રકારના શૃંગારરસના નાયકનાં લક્ષણો આપી પ્રત્યેકનો દાખલો આપ્યો છે. ‘દશરૂપક’ના બીજા પ્રકાશની કારિકા ત્રણથી સાત(૨.૩-૭) અનુસાર જ ‘કાવ્યાનુશાસન’નું નાયકભેદવર્ણન છે એ સ્પષ્ટ છે. આ બધા નાયક-ભેદોનો પરિચય આ પ્રમાણે છે : સામાન્ય નાયકના ચાર પ્રકારો ૧. ધીરોદાત્ત નાયક : નમ્રતાથી ઢંકાયેલા ગર્વવાળો, સ્થિર, ધી૨જવાળો, ક્ષમાશીલ, આત્મપ્રશંસા ન કરનારો, ક્રોધ વગેરેથી અભિભૂત ન થતા ૫૬૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy