SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ અને પછી ક્રમવાર આઠેઆઠ સાત્ત્વિક ગુણોનું વિવરણ કર્યું છે.૧૫ જેનું ધનિકે પોતાની ‘અવલોક’ નામની ટીકામાં ઉદાહરણ સહિત વિવેચન કર્યું છે(૬.૩.૨.૧૦-૧૪). ‘દશરૂપક’નો આ ભાગ, ક્રમમાં થોડોક ફેરફાર કરીને, ‘કાવ્યાનુશાસન'ના સાતમા અધ્યાયમાં અપનાવી લેવામાં આવ્યો છે(૭.૨-૧૦). આ ‘સાત્ત્વિક’ કે ‘સત્ત્વજ’ ગુણો, પૌરરુષ ગુણો છે. એટલે કે, શરીરના વિકારથી ઉત્પન્ન થતા ગુણો છે. પણ, શ૨ી૨નો ભૌતિક વિકાર, એ, મહદંશે માનસિક વિકાર કે ફેરફારને પરિણામે જ થતો હોય છે. એટલે સાત્ત્વિક ગુણો, શારીરિક(ભૌતિક) તેમ જ માનસિક બન્ને છે. પણ, ફેરફાર શરીરમાં જ દેખાય છે તેથી તેમને મુખ્યત્વે શરીરના સ્વભાવસહજ ગુણો કહ્યા છે. આ પૌરુષગુણો, નાયકના પૌરુષના દ્યોતક ગુણો છે. આઠ સાત્ત્વિક ગુણોનાં લક્ષણો(સૂ. ૭.૩-૧૦) ૧. શોભા - દક્ષતા, શૌર્ય, ઉત્સાહ, નીચ પ્રત્યે જુગુપ્સા અને ઉત્તમ સાથે સ્પર્ધાની ભાવનાથી જાણી શકાય છે(૭.૩), ૨. વિલાસ - ધૈર્યથી યુક્ત ગતિ, ધૈર્યયુક્ત દૃષ્ટિ અને સ્મિતથી યુક્ત વચનોથી જાણી શકાય છે(૭.૪), 3. લલિત – શૃંગારને અનુરૂપ કોમળ હાવભાવ એ જ લલિત (ગુણ) છે(૭.૫), ૪. માધુર્ય - ક્ષોભને લીધે મહાન યુદ્ધ, નિયુદ્ધ, વ્યાયામ વગેરે ઉત્પન્ન થવા છતાં મધુર વર્તન કરવું તે માર્થ(ગુણ) છે (૭.૬), ૫. થૈર્ય - વિઘ્ન પેદા થવા છતાં પણ અચળ રહેવું એટલે કે પોતાના ઉદ્યમમાંથી ચલિત ન થવું તે સ્વૈર્ય(ગુણ) છે (૭.૭), ૬. ગાંભીર્ય - જેના પ્રભાવથી હર્ષ, ક્રોધ વગેરેના વિકારો, આંખો પહોળી કરવી, મુખનો વર્ણ બદલાવો વગેરે બહાર પ્રગટ થતા નથી તે શાંત સ્વભાવવાળો ગાંભીર્ય (ગુણ) છે(૭.૮), ૭. ઔદાર્ય - બીજાને પોતાના સમાન માની, તેમને દાન આપવું, યાચકોની રક્ષા માટેની માગણી સ્વીકારવી તથા મીઠી વાણીમાં સમાલાપ કરવો તે ઔદાર્ય (ગુણ) છે(૭.૯.) અને ૮. તેજ - શત્રુઓ દ્વારા કરવામાં આવતું અપમાન આદિ ન કરવું તે તેજ (ગુણ) છે(૭.૧૦). ૩૬ ૫૬૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy