SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ નિઃસંશય, અધિકારી કહેવાય છે અને એજ છેવટે નાટકનું પ્રધાન પાત્ર કે નાયક બને છે. એ જ નેતા કે નાયક (Hero) કહેવાય છે; કેમ કે, નાટકનું સઘળું ફળ એને જ મળે છે. હકીકતમાં, એ(નેતા) જ નાટકના સંપૂર્ણ કાર્યોનો આધાર કે આશ્રય બને છે અને નાટકના પ્રધાન રસનો એ(નેતા) જ આલંબન વિભાવ હોય છે. આથી નાયકનો વિચાર કરવો સૌથી મહત્ત્વનો બની રહે છે.’’૧ નાયકના વ્યક્તિત્વા ગુણોની સમજ આપવા માટે શ્રીહેમચન્દ્રાચાર્યે, પ્રથમ સૂત્રની (૭.૧)ની વૃત્તિમાં, ધનંજયના ‘દશરૂપક’ ગ્રંથના બીજા પ્રકાશના પ્રારંભે આવતી બે કારિકાઓ (૨.૧-૨; અવતરણ-૩૭ પૃ. ૪૦૬) રજૂ કરી છે. એમાં ધનંજયે કહ્યું છે કે “નેતા અથવા નાયક વિનમ્ર, મધુર, ત્યાગી, ચતુર(દક્ષ), પ્રિય બોલવાવાળો (પ્રિયંવદ), લોકોને ખુશ કરનારો(રક્તલોક:), પવિત્ર મનવાળો(શુચિ), વાતચીત કરવામાં કુશળ(વાગ્મી), કુળવાન(રૂઢવંશ:), મન વગેરેથી સ્થિર અને યુવાન અવસ્થાવાળો હોય છે. એ બુદ્ધિ, ઉત્સાહ, સ્મૃતિ, પ્રજ્ઞા, કળા તથા સ્વમાનથી યુક્ત હોય છે અને શૂરવીર, દઢતાવાળો, તેજસ્વી, શાસ્ત્રનો જાણા૨(શાસ્ત્રચક્ષુઃ) તથા ધાર્મિક હોય છે.' ૩,૧૬૩ આ બધા ગુણોથી નાયક, સૂત્ર(૭.૧)માં તથા વૃત્તિમાં કહ્યું છે તેમ, સમગ્રશુળ: બને છે. આની સરખામણીમાં ટ્વટની નાયકવિભાવના તથા નાયકના ગુણોની યાદી સાંકડી છે(કાવ્યાલંકાર ૧૨.૭-૮).૧૬૪ નાયકના આઠ સાત્ત્વિક ગુણો સાતમા અધ્યાયના બીજા સૂત્ર(૭.૨)માં ગ્રંથકારે નાયકના આઠ સાત્ત્વિક ગુણો ગણાવ્યા છે અને પછી, બીજાં આઠ સૂત્રો(૭.૩-૧૦)માં એ દરેક સાત્ત્વિક ગુણનું સોદાહરણ વિવરણ કર્યું છે. शोभाविलासललितमाधुर्यस्थैर्यगाम्भीर्यौदार्यतेजांस्यष्टौ सत्त्वजास्तद्गुणाः ॥ ( ७.२) અર્થાત્ ‘૧. શોભા, ૨. વિલાસ, ૩. લલિત, ૪. માધુર્ય ૫. સ્વૈર્ય, ૬. ગાંભીર્ય, ૭. ઔદાર્ય અને ૮. તેજ એ તે(નાયક)ના આઠ સાત્ત્વિક ગુણો કહેવાય છે.’’ સાત્ત્વિક ગુણો એટલે ‘સત્ત્વ’ અર્થાત્ ‘દેહનો વિકાર’ અને તે દેહવિકારથી ઉત્પન્ન થતા ગુણો સાત્ત્વિક (કે સત્ત્વજ) ગુણો કહેવાય છે. આ ગુણોને, ધનંજયે, નાયકના પુરુષત્વયુક્ત આઠ સાત્ત્વિક ગુણો કહ્યા છે. ધનંજયે દશરૂપકના બીજા પ્રકાશની દસમી કારિકામાં (નાયકના) આ જ આઠ સાત્ત્વિક ગુણો ગણાવ્યા છે ૫૬૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy