SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં, પહેલાં નોંધવાનું એ છે કે, પુરુષો અને સ્ત્રીઓના ત્રણ સ્વાભાવિક પ્રકારો હોય છે ઃ ૧. ઉત્તમ, ૨. મધ્યમ અને ૩. અધમ. ઉત્તમ પાત્રો માત્ર ગુણો કે સદ્ગુણોથી જ યુક્ત હોય છે. મધ્યમ પાત્રોમાં થોડી ખામીઓ સાથે ઘણા ગુણો હોય છે. પણ અધમ પાત્રો પૂરેપૂરાં દોષયુક્ત હોય છે. નાયકના અનુચરો જેવા કે, વિટ, ચેટી, વિદૂષક વગેરે અધમ પ્રકારનાં પાત્રો હોય છે. નાયકનું મહત્ત્વ પણ જે ઉત્તમ કે મધ્યમ પ્રકૃતિનો હોય છે તે સમગ્રશુળ: થાવ્યાપી નાયઃ । (૭.૧) અર્થાત્ ‘“બધા ગુણો(સદ્ગુણો)થી યુક્ત, સમગ્ર કથામાં વ્યાપેલો હોય છે તે નાયક કહેવાય છે.’’ ‘નાયક’ એ કહેવાય જે સાહિત્યકૃતિનું મુખ્ય પાત્ર હોય અને જેની આસપાસ કૃતિની બધી ઘટનાઓ ઘટતી હોય અને જે કૃતિનું ફળ માણતો હોય.૧૯૩ આમ ‘કાવ્ય’ કે રૂપકમાં નાયકનું સ્થાન સૌથી ઊંચું હોય છે અને બીજા બધાં જ પાત્રોથી ચઢિયાતું, વધારે પ્રભાવશાળી વ્યક્તિત્વ નાયકનું હોય છે. સાતમા અધ્યાયના ઉપરોક્ત પ્રથમ સૂત્ર(૭.૧)ની વૃત્તિમાં શ્રીહેમચન્દ્રાચાર્યે નોંધ્યું છે તેમ, ‘સમગ્ર ગુણોથી યુક્ત અર્થાત્ નેતૃત્વાદિ ગુણોથી અને શોભા આદિ ગુણોથી સંપન્ન, કથાવ્યાપી એટલે કથાવસ્તુ કે ઇતિવૃત્તને વ્યાપીને રહેનાર તથા સંપૂર્ણ કાવ્યફળને ભોગવનાર, પ્રાપ્ત કરનાર નાયક(નેતા) હોય છે.’ નાટક હોય કે કાવ્ય હોય – સાહિત્યમાત્રમાં નાયકનું જે મહત્ત્વ છે તેનું ડૉ. એન. એસ. શાસ્ત્રીએ આ રીતે શબ્દાકલન કર્યું છે : ‘રૂપકનો રસ કે પ્રધાન અર્થ ગમે તે હોય, પણ કૃતિમાં હમેશાં કોઈક મુખ્ય વિષય કે કાર્ય કે પરિણતિ હોય છે. બધાં જ કાર્યોના લાભ જેના હિતમાં હોય છે અને જેને ખાતર બધી પ્રવૃત્તિઓ થાય છે એ વ્યક્તિ(પાત્ર) જ કાવ્યનું કે નાટકનું ફળ માણે છે. નાટકની મુખ્ય પરિણતિ કે આખરી પરિણામ, ફળ કહેવાય છે અને એ ફળને ભોગવવું કે પ્રાપ્ત કરવું એ, નાટ્યપરિભાષામાં, અધિકાર૧ કહેવાય છે. જેને અધિકાર હોય તે, ૫૫૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy