SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ છે; અર્થશૃંગારનો નાયક ધીરોદ્ધત હોય છે; કામશૃંગારનો નાયક ધીરલલિત હોય છે; અને મોક્ષશૃંગારનો નાયક ધીર પ્રશાન્ત હોય છે. શ્રી હેમચન્દ્રાચાર્યસમ્મત નાયક-નાયિકા-ભેદ શ્રીહેમચન્દ્રાચાર્યનાયક-નાયિકાના જે ભેદો સ્વીકાર્યા છે તે અંગે ડૉ. રાકેશ ગુપ્ત કહે છે કે, “હેમચન્દ્રાચાર્યે “કાવ્યાનુશાસન'માં રુદ્રટની નાયિકાના સોળ પ્રકારની વર્ગીકરણવ્યવસ્થા સ્વીકારી લીધી છે(૧૬-૪૦); પણ નાયિકાનું બીજા આઠ પ્રકારમાં વર્ગીકરણ કરતી વખતે, સદ્રભટ્ટ તથા ધનંજયથી જુદા પડીને, હેમચન્દ્રાચાર્ય કહે છે કે, નાયિકાના એ આઠ ભેદો માત્ર સ્વકીયાને જ લાગુ પડે છે.” હેમચન્દ્રાચાર્યના મતે પરકીયાના માત્ર ત્રણ જ ભેદો છે: વિરહોત્કંઠિતા, અભિસારિકા અને વિમલબ્ધા અને અન્યાના કોઈ જ ભેદો તેઓ માનતા નથી.૧૫૭ હેમચન્દ્રાચાર્યે પ્રતિનાયિકાના ઉલ્લેખ સાથે ચર્ચા પૂરી કરી છે.” આમ, નાયક-નાયિકા-ભેદ અંગેનું હેમચન્દ્રાચાર્યનું નિરૂપણ, રુદ્રસમ્મત વર્ગીકરણ પર તથા ધનંજયે ‘દશરૂપકમાં અપનાવેલા દૃષ્ટિબિંદુ તથા નિરૂપણપદ્ધતિ પર આધારિત છે - જો કે ધનંજય પોતે દ્ધભટ્ટના શૃંગારતિલકનો ઋણી છે.૧૫૮ વસ્તુતઃ, ધનંજય “શૃંગારતિલકનાં ત્રણેય વર્ગીકરણો, શક્ય તેટલા સંપૂર્ણ સંક્ષેપ અને સૂત્રાત્મકતાથી અપનાવી લે છે – એમાંથી માત્ર ટૂંકી વ્યાખ્યાઓ રજૂ કરે છે; પણ ઉદાહરણો તેમ જ બીજી વિગતો છોડી દે છે.”૧૯૨ દશરૂપકના બીજા પ્રકાશમાં ધનંજય નાયક તેમ જ નાયિકાનાં તથા બધા જ પ્રકારનાં પાત્રોનાં લક્ષણોની ચર્ચા કરે છે. નાટ્યરચના કે રૂપકના વર્ગીકરણનો આધાર વસ્તુ, નેતા અને રસ છે એ આપણે ઉપર નોંધ્યું છે અને કેમ કે, દશરૂપકના પ્રથમ પ્રકાશમાં વસ્તુ અર્થાત્ વિષયવસ્તુની ચર્ચા થઈ હોવાથી, ધનંજય, બીજા પ્રકાશમાં, નેતા અથવા નાયકના પ્રકારોની ચર્ચા કરે છે અને તે પછી ત્રીજા પ્રકાશમાં રસનું નિરૂપણ કરવાની તેમની યોજના છે. નાયક-નાયિકા-ભેદનું હેમચન્દ્રાચાર્યે કરેલું નિરૂપણ સાતમા અધ્યાયના પ્રારંભે જ શ્રી હેમચન્દ્રાચાર્ય સંક્ષેપમાં સમજાવે છે કે, નાયક-નાયિકા-ભેદનો આ અધ્યાય, “કાવ્યાનુશાસન'માં શા માટે ઉમેરવામાં આવ્યો છે. તેઓ જણાવે છે કે, કાવ્ય અર્થાત્ સાહિત્યકૃતિમાં નાયક વગેરે પાત્રોનું નિરૂપણ થયેલું હોય છે તેથી એમનાં લક્ષણો આ (સાતમા) અધ્યાયમાં કહેવામાં આવે છે. ૫૫૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy