________________
વિષયના બધા જ પાછળના ગ્રંથો પર પુષ્કળ પડ્યો છે જેમાં, “કાવ્યાનુશાસન'ના આ(સાતમા) અધ્યાયનો પણ સમાવેશ થાય છે; કેમ કે, આ અધ્યાય તો લગભગ પૂરેપૂરો ‘દશરૂપક' પર આધારિત છે. ધનંજયકૃત ‘દશરૂપકમાં નાયકનાં બને મુખ્ય વર્ગીકરણોનો સમન્વય કરવામાં આવ્યો છે – ગ્રંથકાર પોતે જ કહે છે કે
(ઉપરોક્ત) ધીરાદાત્ત વગેરે ચાર પ્રકારના નાયકોમાંથી દરેક નાયક, શૃંગારરસના આલંબન તરીકે, પુનઃ, ચાર પ્રકારનો હોય છે : દક્ષિણ, શઠ, ધૃષ્ટ તથા અનુકૂળ (દ. રૂ. ૨.૬-૭).૧૫૪ ધનંજયે નાયકના પ્રતિસ્પર્ધી પ્રતિનાયકનું સ્વરૂપ પણ વર્ણવ્યું છે (દ. રૂ. ૨.૯). વળી, ધનંજયે નાયકનું યેષ્ઠ, મધ્યમ તથા અધમ એવું ત્રણ પ્રકારવાળું વર્ગીકરણ, નાયકની સાથે સાથે બીજાં બધાં પાત્રોના સંબંધમાં પણ માન્યું છે(દ. રૂ. ૨.૪૫). આમ, નાયક, નાયિકા, દૂત, દૂતી, મંત્રી, પુરોહિત વગેરે બધાં જ પાત્રો ઉત્તમ, મધ્યમ અને અધમ એ પ્રમાણે ત્રણ પ્રકારનાં માનવામાં આવ્યાં છે. અહીં નોંધવું જોઈએ કે “દશરૂપક' એ મુખત્વે નાટ્યશાસ્ત્રીય ગ્રંથ છે; કામશાસ્ત્રીય ગ્રંથ નથી. એટલે, એ ગ્રંથમાં વર્ણવાયેલું શૃંગારરસના નાયકનું સ્વરૂપ, સર્વસાધારણ નાયકના જીવનનું માત્ર એક પાસું જ છે. આથી, “દશરૂપકમાં શંગાર-નાયકના સંપૂર્ણ તથા સ્વતંત્ર સ્વરૂપનું વિવરણ કર્યું છે એવો ‘દશરૂપક' કારનો દાવો નથી.૧૫૫
ભોજરાજે, નાયકના વર્ગીકરણ માટે છ જેટલા માપદંડો અપનાવ્યા છે. નાયકનું ૧. ઉત્તમ, મધ્યમ અને અધમ એવું નાયકના ગુણ પર નિર્ભર વર્ગીકરણ; ૨. ધીરોદાત્ત, ધીરલલિત, ધીરોદ્ધત અને ધીરપ્રશાન્ત એવું નાયકનું સામાન્ય લક્ષણગત વર્ગીકરણ; અને ૩. અનુકૂળ, દક્ષિણ, શઠ અને ધૃષ્ટ એવા નાયિકા પ્રત્યેના નાયકના વ્યવહારના આધારે થતું વર્ગીકરણ – આ ત્રિવિધ વર્ગીકરણમાં ભોજરાજે, ૪. કથાવસ્તુમાં નાયકના સ્થાનને લક્ષમાં લઈને, નાયકનું, નાયક, પ્રતિનાયક, ઉપનાયક અને અનુનાયક એવું વર્ગીકરણ; ૫. નાયકના સ્વભાવ કે પ્રકૃતિને લક્ષમાં લઈને નાયકનું સાત્ત્વિક, રાજસ અને તામસ એવું વર્ગીકરણ; અને ૬. નાયકને એક પત્ની છે કે વધારે પત્નીઓ છે તેને આધારે, નાયકનું અસાધારણ અને સાધારણ એવું, વિલક્ષણ વર્ગીકરણ – એમ બીજાં ત્રણ પ્રકારનાં વર્ગીકરણો ઉમેર્યા છે. અહીં આપણે યાદ રાખવાનું છે કે ભોજરાજે શૃંગારના ચાર પ્રકારો પાડ્યા છે -૧.ધર્મશૃંગાર, ૨. અર્થશૃંગાર, ૩. કામશૃંગાર અને ૪. મોક્ષ-શૃંગાર અને તેઓ, ધીરોદાત્ત વગેરે નાયકના મુખ્ય ચાર પ્રકારોમાંથી દરેક પ્રકારના નાયકને, એમના ચાર પ્રકારના શૃંગાર સાથે સાંકળી લે છે. આમ, ધર્મશૃંગારનો નાયકધીરોદાર હોય
પપ૭