SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ જેના કર્તા અજ્ઞાત છે અને જે ગ્રંથની તિથિ તથા પ્રમાણિતતા શંકાસ્પદ છે તે “અગ્નિપુરાણગ્રંથમાં, સંસ્કૃત રૂપકના નાયક-નાયિકા વિશેના સૈદ્ધાત્તિક દૃષ્ટિબિંદુમાં કેટલાક મહત્ત્વના ફેરફારો દૃષ્ટિગોચર થાય છે. આ ગ્રંથમાં ૧. નાયક-નાયિકાનો વિષય શૃંગારરસના વિભાગ તરીકે રજૂ થયો છે; જેને પરિણામે, નાયક-નાયિકાનું વિવેચન, શૃંગારરસના આલંબનવિભાવ તરીકે કરવામાં આવ્યું છે; ૨. નાયકના અનુકૂળ, દક્ષિણ, શઠ અને ધૃષ્ટ એવા ચાર નવા ભેદો પ્રસ્તુત થયા છે, જેનો કામશાસ્ત્રના વિષય સાથે સ્પષ્ટ સંબંધ છે અને એ કારણસર જ નાયકનું આ નવતર વર્ગીકરણ પાછળના બધા ગ્રંથોમાં અપનાવી લેવામાં આવ્યું છે - જે પરંપરા આજ સુધી ચાલુ રહી છે. નાયક-નાયિકાના વિષયને આપવામાં આવેલો આ નવો વળાંક નાયક વિશેના દ્વિવિધ ખ્યાલમાં પરિણમે છે. પ્રથમ તો નાયકનું ધીરાદાત્ત, ધીરલલિત, ધીરોદ્ધત્ત અને ધીરપ્રશાન્ત એવા ચાર પ્રકારોમાં વર્ગીકરણ થાય છે; અને, ફરી પાછું, નાયકનું અનુકૂળ, દક્ષિણ, શઠ અને ધૃષ્ટ એવા ચાર પ્રકારોમાં વર્ગીકરણ થાય છે. પાછળના સમયમાં પ્રચિલત થયેલું નાયક વિશેનું આ બેવડું વર્ગીકરણ રૂપકના નેતા તરીકેની (નહિ કે શંગારરસના આલંબનવિભાવ તરીકેની) ભરતમુનિએ વર્ણવેલી નાયકની વિભાવનાની સંપૂર્ણ ઉપેક્ષા કરે છે એ સ્પષ્ટ છે. રુદ્ર અને રુદ્રભટ્ટ તો નાયકનું ધીરાદાત્ત' વગેરે ચાર પ્રકારે થતું વર્ગીકરણ બિલકુલ છોડી દેવાનું ‘શાણપણ દાખવે છે અને તેને બદલે એકમાત્ર અનુકૂળ, દક્ષિણ, શઠ અને ધૂર્ત એવું નાયકનું ચાર પ્રકારનું વર્ગીકરણ સ્વીકારે છે. વસ્તુતઃ રુદ્રટે તો શૃંગારરસના નિરૂપણ પ્રસંગે જ, શૃંગારરસના આલંબન વિભાવના | વિવરણ દરમિયાન જ, નાયક-નાયિકા ભેદનું નિરૂપણ કર્યું છે-(કાવ્યાલંકાર, અ. ૧૨) અને કહ્યું છે કે પર્વ સ વતુર્ધા ચાલુતો ક્ષ: શકો ધૃષ્ટ: I (૧૨.૯). અર્થાત્ “નાયક ચાર પ્રકારનો હોય છે : અનુકૂળ, દક્ષિણ શઠ અને ધષ્ટ'. ઝૂટે નાયકના આ ચારેય પ્રકારોની વ્યાખ્યા પણ કરી છે (૧૨.૯-૧૨); જ્યારે રુદ્રભટ્ટ આ ચારેય પ્રકારની વ્યાખ્યા તથા ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે.૧૫૩ રુદ્રટે કાવ્યાલંકાર”(૧૨.૧-૮)માં નાયકના જે સોળ ગુણો ગણાવ્યા છે તેના સંદર્ભમાં કાવ્યાલંકારના વ્યાખ્યાકાર નમિસાધુએ ટિપ્પણ કર્યું છે કે આ સોળ ગુણોથી યુક્ત નાયક શૃંગારનો આશ્રય છે. ભરતમુનિ પછી નાટ્યશાસ્ત્રના વિષય પર પ્રમાણભૂત ગ્રંથ લખનાર સૌથી મહત્ત્વના લેખક છે ધનંજય, જેમના “દશરૂપક' ગ્રંથનો પ્રભાવ, નાટ્યશાસ્ત્રના પપ૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy