________________
પાત્રસૃષ્ટિ અથવા નાયક-નાયિકા-ભેદ
૭.
વિષયપ્રવેશ
પાત્રસૃષ્ટિનો નાટ્યસિદ્ધાન્ત સાથે ગાઢ સંબંધ છે. “દશરૂપક નામના પ્રસિદ્ધ નાટ્યશાસ્ત્રીય ગ્રંથના કર્તા, ધનંજય, કહે છે કે ૧. વસ્તુ, ૨.નેતા અને ૩. રસને આધારે નાટકોનું વર્ગીકરણ થાય છે : વસ્તુ નેતા રસ્તેષાં મેશ: I (દ. રૂ. ૧.૧૧).
ભરતમુનિપ્રણીત “નાટ્યશાસ્ત્ર' એ સાહિત્યશાસ્ત્ર પરનો સૌથી જૂનો ઉપલબ્ધ ગ્રંથ છે અને નાટકની પાત્રસૃષ્ટિ કે નાયકનાયિકાદિ વિશેની સૌથી જૂનો શાસ્ત્રગ્રંથ પણ “નાટ્યશાસ્ત્ર” જ છે. એટલે, નાટકાદિ સાહિત્યકૃતિઓનાં મહત્ત્વનાં પાત્રો તથા તેમના વર્ગીકરણનેં ઇતિહાસ જાણવા માટે આપણે નાટ્યશાસ્ત્ર' તરફ વળવું પડે એ સ્પષ્ટ છે. જો કે, “નાટ્યશાસ્ત્ર'માં પાત્રોના વર્ગીકરણની જે પદ્ધતિ અપનાવાઈ છે તે પાછળથી ખૂબ જ પરિવર્તન પામી છે.
ભરતમુનિ, નાટકના મુખ્ય પાત્ર તરીકે નાયકનું નિરૂપણ કરે છે; નહિ કે શૃંગારરસના આલંબન વિભાવ તરીકે તેઓ નાટ્યશાસ્ત્રના છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં નાયક-નાયિકા ભેદનું નિરૂપણ કરતા નથી – જો કે આ બે અધ્યાયોમાં જ રસ અને ભાવનું નિરૂપણ છે; પણ, નાટ્યશાસ્ત્રના અંતિમ અધ્યાયોમાં નાયકનાયિકા સ્વરૂપનું વિવરણ કરે છે; કેમ કે, ત્યાં નાટકનાં વિવિધ પાત્રોનું નિરૂપણ હાથ ધરવામાં આવ્યું છે. આથી, નાટકના ધીરાદાત્ત, ધીરલલિત, ધીરોદ્ધત અને ધીરપ્રશાન્ત એવા જે ચાર ભેદોનું “નાટ્યશાસ્ત્રમાં રજૂ થયેલું સ્વરૂપ પાછળના સાહિત્યશાસ્ત્રીય ગ્રંથોમાં અપનાવી લેવામાં આવ્યું છે તેનો શૃંગારરસના નાયક સાથે કોઈ જ સંબંધ નથી. વળી, સ્ત્રી તરફના પુરુષના વલણને લક્ષમાં રાખીને ભરતમુનિએ પુરુષના જે પ્રકારો દર્શાવ્યા છે તે પુરુષના પ્રકારો છે; નાયકના પ્રકારો નથી અને ઉત્તમ, મધ્યમ અને અધમ એવું જે સામાન્ય તેમ જ પ્રચલિત વર્ગીકરણ “નાટ્યશાસ્ત્ર'માં મળે છે તે પણ, વસ્તુતઃ પુરુષ અને સ્ત્રીને લગતું છે.૧૮૫
પપપ