________________
નવેસર છણાવટ કરે છે. કુન્તક રૂપકની વિશેષતા પીછાણે છે અને ‘સરસ’ અને ‘ઉલ્લેખ’યુક્ત અલંકારોની હિમાયત કરે છે. આવા કાવ્યાલંકારો જ, કુન્તકના મતે, કાવ્યને સૌંદર્યવંતુ, સહૃદયશ્લાધ્ય બનાવે છે.
હેમચન્દ્રાચાર્યના અલંકારનિરૂપણની ડૉ. સુશીલકુમાર દેએ કરેલી સમીક્ષા
‘કાવ્યાનુશાસન’ના પાંચમા તથા છઠ્ઠા અધ્યાયમાં શ્રીહેમચન્દ્રાચાર્યે કરેલા અલંકારનિરૂપણની જાણીતા આધુનિક સાહિત્યશાસ્ત્રી અને સંસ્કૃતશ ડૉ. સુશીલકુમાર દેએ સમીક્ષા કરી છે અને કહ્યું છે કે, “શ્રીહેમચન્દ્રાચાર્યનું અલંકારનિરૂપણ કંઈક, વિલક્ષણ છે. તેઓ અનુપ્રાસ, યમક, ચિત્ર, શ્લેષ, વક્રોક્તિ અને પુનરુક્તવદાભાસ એ છ શબ્દાલંકારોનું નિરૂપણ કરે છે. તેમના અર્થાલંકારોની સંખ્યા ખૂબ ઓછી છે અને તે ઓગણત્રીસ અલંકારો સુધી સીમિત છે. તેઓ સંકરાલંકારમાં ‘સંસૃષ્ટિ'ને સમાવી લે છે અને ‘અન્વય’ તેમ જ ‘ઉમમેયોપમા’ને ઉપમાના પ્રકારો જ માની લે છે. ‘અપ્રસ્તુતપ્રશંસા’ તો ‘અન્યોક્તિ’માં જ આવી જાય છે. ‘રસવત્’, ‘પ્રેયસ્’, ‘ઊર્જસ્વી’ અને ‘સમાહિત’ જેવા રસ અને ભાવના સ્પર્શવાળા અલંકારોને, ‘ગુણીભૂતવ્યંગ્ય’ નામક કાવ્યપ્રકારમાં સમાઈ જતા માનીને, પડતા મૂકવામાં આવ્યા છે. મમ્મટનો મત પણ આવો જ રહ્યો છે. ‘પરિકર’, ‘યથાસંખ્ય’, ‘ભાવિક’, ‘ઉદાત્ત’, ‘આશીઃ’ અને ‘પ્રત્યનીક’ અલંકારોનું હેમચન્દ્રાચાર્ય નિરૂપણ કરતા જ નથી અને એ માટે પૃ. ૨૯૨-૯૪ અર્થાત્ પૃ. ૪૦૧-૪૦૫માં કારણો રજૂ કરે છે. અલબત્ત, હેમચન્દ્રાચાર્ય કેટલાક અલંકારોની કંઈક વિશાળ વ્યાખ્યા બાંધે છે જેથી એમાં બીજા માન્ય અલંકારોનો સમાવેશ થઈ જાય. આમ, હેમચન્દ્રાચાર્યના ‘દીપક’ અલંકારમાં ‘તુલ્યયોગિતા’ સમાઈ જાય છે; ‘પરિવૃત્તિ’ અલંકારમાં, મટનો ‘પર્યાય’ તથા ‘પરિવૃત્તિ’ અલંકાર સમાવિષ્ટ થઈ જાય છે અને એમના ‘નિદર્શન’ અલંકારમાં, બીજા ગ્રંથકારોએ ગણાવેલા ‘પ્રતિવસ્તૂપમા, ‘દૃષ્ટાન્ત’ અને ‘નિદર્શના’ અલંકારોનો અંતર્ભાવ થઈ જાય છે.’૧૫૧
જ
૫૫૪