SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ અલંકારશાસ્ત્રના ક્ષેત્રે હેમચન્દ્રાચાર્યની પૂર્વે થઈ ગયેલા ભામહ, ઉદ્ભટ, રુદ્રટ અને કુન્તક ઉપરાંત આનંદવર્ધન, મહિમભટ્ટ, રાજશેખર, અભિનવગુપ્ત અને મમ્મટ જેવા ખ્યાતનામ અને સમર્થશાસ્ત્રકારોના ગ્રંથોનો યોગ્ય લાભ લઈને શ્રી હેમચન્દ્રાચાર્યે અલંકારનિરૂપણ કર્યું છે. અલંકારનિરૂપણ દરમિયાન ભામહ, દંડી, રુદ્રટ, રાજશેખર, આનંદવર્ધન, કુન્તક, મહિમભટ્ટ અને મમ્મટનાં મંતવ્યો ટાંકવાની સાથે સાથે શ્રીહેમચન્દ્રાચાર્યે કેટલાય પૂર્વવર્તી ગ્રંથકારોના ગ્રંથોમાંથી ઉદાહરણ સામગ્રી પ્રાપ્ત કરી છે. કુત્તકની નવીન અલંકારવિભાવના કુન્તકના પ્રસિદ્ધ વક્રોક્તિજીવિત’ ગ્રંથને કેવળ ઉપલક દૃષ્ટિથી જોઈએ તોપણ જણાઈ આવે છે કે, અલંકારો તરફનો કુન્તકનો અભિગમ, નાવીન્ય તેમ જ તાજગીથી અંકિત છે. મુખચંદ્ર જેવાં લપટાં પડી ગયેલાં જૂના રૂપકો કુન્તકને માન્ય નથી અને કુત્તક ઇચ્છે છે કે ઊંચા પ્રકારની સાહિત્યિક અભિરુચિવાળા સહૃદયો તેમના મતનું સમર્થન કરશે. અલંકારોનું અવિવેકી, યાંત્રિક વર્ગીકરણ કે વિભાગીકરણ કે ભેદપ્રપંચનો કુન્તક વિરોધ કરે છે અને નોંધે છે કે કેવળ નવું ઉદાહરણ ટાંકવાથી, નવા પ્રકારનો અલંકાર વાજબી ઠરતો નથી. અલંકાર જેવા કાવ્યને ઉપકારક તત્ત્વ વિશેની કુન્તકની ક્રાન્તિકારી દૃષ્ટિની અસર, દિનપ્રતિદિન વધતી જતી અલંકાર-સંખ્યા પર પડ્યા વિના ન રહી; એટલું જ નહીં પણ કુન્તકના વિવેચનના પરિણામે, જુદા જુદા વ્યક્તિગત અલંકારોની સંખ્યા ઘટવી શરૂ થઈ. શ્રી હેમચન્દ્રાચાર્યે અલંકારોની સંખ્યા ઘટાડવા કરેલા પ્રયત્નને, કુન્તકના કાવ્યસૌંદર્ય વિશેના નવતર વિવેચનથી, વેગ અને પુષ્ટિ મળ્યાં છે એમ માનવું અનુચિત નથી. કુન્તકે પોતાના વક્રોક્તિ’ સિદ્ધાન્તના પરિપ્રેક્ષ્યમાં જ કાવ્યનાં જુદાં જુદાં તત્ત્વોની સંપૂર્ણ શ્રેણીનું મૂલ્યાંકન કર્યું છે. કુન્તકની “વક્રોક્તિ સ્વરૂપથી જ “સ્વભાવોક્તિ થી વિપરીત છે અને એ રીતે કુન્તકે, કાવ્યના અલંકારોના સૌંદર્યની નવીન અને ક્રાંતિકારી વિભાવના પ્રસ્તુત કરી છે. આના પરિણામે, કુન્તક, કાવ્યસૌંદર્યની એકમાત્ર દૃષ્ટિથી જ બધા જ પરંપરાગત અલંકારોની પુનર્વિચારણા કરે છે અને “અલંકાર” નામથી ઓળખાતી ચબરાક કાવ્યપ્રયુક્તિઓને રદિયો આપે છે. ઉભટની દીપક અલંકારની વિભાવનાને કુન્તક અમાન્ય કરે છે અને, કવિપ્રતિભાના વિશિષ્ટ ઉન્મેષમાં રહેલા રૂપક આદિ અલંકારોના સૌંદર્યની પપ૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy