SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ અવસર અલંકારનું જે ઉદાહરણ આપ્યું છે(૭.૧૦૪) તે જ મમ્મટે ઉદાત્તના બીજા પ્રકારના દૃષ્ટાન્ત તરીકે રજૂ કર્યું છે(જુઓ વિવેક, ઉદા. ૫૭૭, પૃ. ૪૦૩). “આશીઃ અલંકાર કેવળ લૌકિક હકીકત છે તેથી વાર્તા માત્ર બની રહે છે. ભામહે (૩.૫૫) આશીઃ વિશે કહ્યું છે કે, તેનો પ્રયોગ સૌહાર્દની અવિરોધી ઉક્તિમાં થાય છે. ભામહનું મેદદિ એ ઉદાહરણ (૩.૫૬) તથા મન્વન્યાત એ ઉદાહરણ(૩.૫૭) વિવેક'માં પ્રસ્તુત છે(પૃ. ૪૦૪). જો “આશી: સ્નેહાતિશયથી વર્ણવાય તો ભાવ ધ્વનિ બને. “પ્રત્યનીકમાં પ્રતિપક્ષીને હરાવવા તેના આશ્રિતને એવી રીતે તિરસ્કાર થાય છે, જેથી પ્રતિપક્ષીનો ઉત્કર્ષ સૂચવાય છે. મમ્મટે આપેલું ઉદાહરણ જ “વિવેકમાં(પૃ. ૪૦૫, ઉદા. ૫૮૦) છે. આ ઉદાહરણમાં ઉન્મેલા છે અને તે વ્યંગ્ય છે. મમ્મટના બીજા ઉદાહરણમાં પણ હેતૃત્યેક્ષા છે. આમ પ્રત્યેનીક એ વ્યંગ્ય “ઉભેલા” જ છે. અને ભોજરાજે સરસ્વતીકંઠાભરણ' ગ્રંથમાં કહેલા જાતિ, ગતિ, રીતિ, વૃત્તિ, છાયા, મુદ્રા, ઉક્તિ, યુક્તિ,ભણિતિ વગેરે શબ્દાલંકારો (સરસ્વતીકંઠાભરણ ૨.૩-૪) અને સંભવ, પ્રત્યક્ષ, આગમ, ઉપમાન, અર્થપત્તિ. અભાવ વગેરે અર્થાલંકારો(સરસ્વતી કંઠાભરણ ૩.૨૫,૪૬, ૪૯, ૫૦, પર, પ૪)માંના કેટલાક અહીં (હેમચન્દ્રાચાર્ય) ગણાવેલા અલંકારોમાં સમાઈ જાય છે, બીજા કેટલાક તદન ચમત્કારશૂન્ય છે અને કેટલાક કાવ્યના શરીરરૂપ છે તેથી તેમની અહીં જુદી નોંધ લીધી નથી. હેમચન્દ્રાચાર્યના અલંકારનિરૂપણની તુલનાત્મક સમીક્ષા અગાઉ થઈ ગયેલા ભામ, દંડી, ઉદ્ભટ, રુદ્રટ, ભોજ, કુન્તક, મમ્મટ જેવા આલંકારિકોએ કાવ્યના અલંકારોનું જે નિરૂપણ કર્યું છે તેની સાથે શ્રીમચન્દ્રાચાર્યના અલંકારનિરૂપણની તુલના કરવાનું કામ ખૂબ જ રસપ્રદ છે; બોધપ્રદ છે અને એ બધા પૂર્વસૂરિઓના કાવ્યસિદ્ધાન્તની તથા કાવ્યવિવેચનની શ્રી હેમચન્દ્રાચાર્યે અનુભવેલી અસરની નોંધ લેવી એ કોઈ પણ અભ્યાસી માટે લાભપ્રદ બાબત છે. આ અસર શ્રી હેમચન્દ્રાચાર્યે આપેલી વિવિધ અલંકારોની વ્યાખ્યાઓમાં પણ વરતાય છે અને એ અલંકારોના સ્પષ્ટીકરણ માટે “કાવ્યાનુશાસન'માં રજૂ થયેલાં સાહિત્યિક ઉદાહરણોની પસંદગીમાં પણ વરતાય છે એની કોઈ પણ અભ્યાસીએ નોંધ લેવી જ પડે એમ છે. - “કાવ્યાનુશાસન'ના પાંચમા તથા છઠ્ઠા અધ્યાયના સૂત્રભાગ તથા વૃત્તિભાગ ઉપરાંત “વિવેક' વ્યાખ્યાનું સૂક્ષ્મ દૃષ્ટિથી અધ્યયન કરનારને જણાય છે કે ૫૫૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy