________________
પ્રકારો જ છે. આશીઃ અલંકાર માત્ર પ્રિયવચનોરૂપ છે અથવા ગુણીભૂતવ્યંગ્યનો વિષય છે. પ્રત્યનીક અલંકાર વ્યંગ્ય ઉત્પ્રેક્ષાનો પ્રકારમાત્ર છે તેથી તેને જુદો અલંકાર ન ગણાય.
આમ, શ્રીહેમચન્દ્રાચાર્યે અહીં રજૂ ન થયેલા કેટલાક અલંકારો અંગે વૃત્તિમાં શાસ્ત્રીય સ્પષ્ટીકરણ આપ્યું છે અને ‘વિવેક’માં વિશેષ ચર્ચા કરી છે (પૃ. ૪૦૧ થી ૪૦૫).
નિરાકૃત અલંકારો વિશે ‘વિવેક'માં વિશેષ ચર્ચા
જો કે મમ્મટે ‘પરિકર’ની ‘સાભિપ્રાય વિશેષણો વડે વિશેષ્યનું કથન’ એવી વ્યાખ્યા કરી છે(કા. પ્ર. ૧૦.૧૧૮). ‘વેણીસંહાર'(૫.૨૬) નાટકનો ર્તા ધૃતઋત્તાનામ્ એ શ્લોક આનું દૃષ્ટાન્ત છે. આ શ્લોકમાં કપટ-દ્યૂત વગેરેનું કર્તૃત્વ વગેરે વિશેષણો, ક્રોધના ઉદ્દીપન વિભાવોરૂપ હોવાથી તે સાભિપ્રાય(સાકૂત) છે અને એ વસ્તુ જ અપુષ્ટાર્થત્વ દોષનો અભાવ દર્શાવે છે. એટલે, હેમચન્દ્રાચાર્યના મતે ‘પરિકર' એ અલંકાર નથી. પણ મમ્મટના મતે, અપુષ્ટાર્થને દોષ કહી તેના નિરાકરણ દ્વારા પુષ્ટાર્થનો સ્વીકાર કર્યો છે એટલે ‘પરિકર’ને અલંકાર માનવાની આવશ્યકતા નથી; છતાં, ‘પરિકર’માં એક જ વિશેષ્યનું, અનેક વિશેષણોથી કથન કરવાથી, ચમત્કાર જરૂર રહેલો છે - જે એને અલંકાર તરીકે યોગ્ય ઠેરવે છે.
મમ્મટે ‘યથાસંખ્ય’(કા. પ્ર. ૧૦.૧૦૮), ‘વિનોક્તિ’ (કા. પ્ર. ૧૦.૧૧૩), ‘ઉદાત્ત’ (કા. પ્ર. ૧૦,૧૧૫) અને ‘પ્રત્યેનીક’ (૧૦.૧૨૯) વગેરે અલંકારોનું પણ સોદાહરણ નિરૂપણ કર્યું છે અને દંડીએ ‘ભાવિક' નામનો પ્રબંધગત અલંકાર સ્વીકાર્યો છે અને ‘કવિના ગૂઢ આશય' તરીકે તેને વર્ણવ્યો છે(કાવ્યાદર્શ ૨.૩૬૪). આ અલંકાર વસ્તુને તાદૃશ કરવાના આશયવાળો હોવાથી તે દૃશ્યકાવ્યોમાં આસ્વાદ્ય બને છે પણ મુક્તકાદિમાં, હોવા છતાં, આસ્વાદ્ય બનતો નથી. આ અર્થમાં એ સ્વભાવોક્તિથી ભિન્ન નથી. ઉદાત્તમાં બહુ વૈભવનું વર્ણન હોય ત્યારે તે કાં તો અતિશયોક્તિરૂપ હોય છે; અથવા જાતિરૂપ. જો વૈભવશાળી વર્ણન અલંકાર બને તો વૈભવરહિત વસ્તુનું વર્ણન પણ અલંકાર બને. વળી, મહાપુરુષોના વર્ણનરૂપ ‘ઉદાત્ત' અલંકાર હોય તો તેમાં દંડકારણ્યનું મહત્ત્વ બતાવવા જતાં વીરરસના નાયક રામ ગૌણ બની જાય છે. આથી વી૨૨સ ગૌણ બની જાય છે - અંગ બની જાય છે (કા. પ્ર. ૧૦.૧૧૫, સૂ. ૧૭૬ની વૃત્તિ). રુદ્રટે
૫૫૧