________________
બીજો કોઈ ઉપાય જ નથી. કેટલાક, પુનરુક્તવદાભાસ, અર્થાન્તરન્યાસ જેવા અલંકારો, શબ્દ તથા અર્થ બન્નેની સાથે અન્યાય અને વ્યતિરેકનો સંબંધ ધરાવે છે તેથી તે ઉભયાલંકાર ગણાય; છતાં આવા કિસ્સાઓમાં પણ, શબ્દનું અથવા અર્થનું સૌદર્ય વધારે પ્રમાણમાં(ઉત્કટ) દેખાય છે તેથી તેમના ઉભયાલંકારત્વની પરવા કર્યા વગર, તેમને કાં તો શબ્દાલંકાર અથવા અર્થાલંકાર કહ્યા છે. ટૂંકમાં જે અલંકાર, શબ્દ કે અર્થ (કે શબ્દાર્થ બને), જેના ભાવ અથવા અભાવની સાથે, અન્વય કે વ્યતિરેક વ્યાપ્તિ સંબંધ ધરાવતો હોય, તેનો, તે અલંકાર એવી વ્યવસ્થાને હેમચન્દ્રાચાર્ય માન્ય રાખે છે. મમ્મટે પણ આ જ પદ્ધતિનું સમર્થન કર્યું છે (કા. પ્ર. ૯.૮૫ અને કા. પ્ર. ૧૦.૧૪૧ની વૃત્તિમાં મમ્મટનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ રીતે વ્યક્ત થયું છે). મમ્મટ કહે છે કે, “જે અલંકારનો જે આશ્રય હોય તેનો તે અલંકાર ગણાય' એવી આશ્રયાશ્રમિભાવની કસોટી માન્ય રાખીએ તોયે. અમુક અલંકારનો આશ્રય શબ્દ છે કે અર્થ એ નિશ્ચિત કરવા માટે તો “અન્વયવ્યતિરેકની પદ્ધતિનું અવલંબન અવશ્ય કરવું પડશે. આથી, અલંકારનો પ્રકાર નક્કી કરવા માટે, “અન્વયવ્યતિરેકની પદ્ધતિ કે કસોટી જ ઉત્તમ ઠરે છે.૧૮૦
આમ, અલંકારશાસ્ત્રમાં ઠીક ઠીક મહત્ત્વ ધરાવતા, શબ્દાલંકાર, અર્થાલંકાર કે ઉભયાલંકરના સ્વરૂપ-નિર્ણયના પ્રશ્નનો મમ્મટ, હેમચન્દ્રાચાર્ય આદિ આલંકારિકોએ સમુચિત તાર્કિક ઉકેલ દર્શાવ્યો છે એમાં શંકા નથી. અલંકારશાસ્ત્રમાં પ્રસિદ્ધ બીજા કેટલાક અલંકારો અહીં કેમ સ્વીકાર્યા નથી ?
છઠ્ઠા અધ્યાયની વૃત્તિની સમાપ્તિમાં હેમચન્દ્રાચાર્યે જણાવ્યું છે કે, સાભિપ્રાય વિશેષણોથી યુક્ત પરિકર અલંકાર, ખરેખર તો, અપુષ્ટાર્થ નામના દોષના અભાવરૂપ છે. તેથી, અપુષ્ટાર્થ દોષના નિર્દેશમાં તેનો પણ નિર્દેશ થઈ ચૂક્યો છે. એટલે પરિકરનો જુદો નિર્દેશ અનાવશ્યક છે. યથાસંખ્ય અલંકાર પણ ભગ્નપ્રક્રમ દોષના અભાવરૂપ છે. એટલે એ દોષની સાથે “યથાસંખ્ય” પણ કહેવાઈ ગયો છે. વિનોક્તિ તો અલંકાર છે જ નહીં - એમાં અલંકાર થવા જેટલું વૈચિત્ર્ય જ નથી. ભાવિક અલંકાર, ભૂત-ભવિષ્યના પદાર્થોને પ્રત્યક્ષ જોવા એ તેનું સ્વરૂપ હોવાથી, અભિનયપ્રધાન નાટકો વગેરેમાં અર્થાત્ દશ્યકાવ્યોમાં જ એ હોય. ઉદાત્ત અલંકાર, અતિશયોક્તિ કે જાતિ અલંકારથી જુદો નથી; અને જ્યાં તે રસપ્રધાન હોય છે અથવા ગુણીભૂતવ્યંગ્ય હોય છે ત્યાં તે અલંકાર નથી થતો. રસવ, પ્રેયસ, ઉર્જસ્વી, ભાવ, સમાહિત વગેરે અલંકારો ગુણીભૂતવ્યંગ્યના
- પપ૦