SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ સંશય(સંદેહ) રહે છેદા.ત. ઉદા. ૬૭૦ની ગાથા -નાંદુરારોહં... ઇત્યાદિમાં સંદેહ-સંકર છે. સંદર્ભ અસ્પષ્ટ છે તેથી ત્યાં સમાસોક્તિ છે કે અન્યોક્તિ છે એવો સંશય થાય છે. ચોથા પ્રકારના સંકરાલંકારમાં એક શબ્દ કે સમાસમાં બે અલંકાર રહેલા હોય છે. આને “ઐકપઘેન સંકર' કહે છે. દા.ત. મેરુ સર એ શ્લોક(ઉદા. ૬૭૭)માં, રૂપક(અર્થાલંકાર) અને અનુપ્રાસ(શબ્દાલંકાર) એ બે અલંકારો, સ્પષ્ટ રીતે અને અલગરૂપે, એક પદમાં રહેલા છે. તેથી અહીં “ઐપર્ધન સંકર” અથવા, સાદી ભાષામાં, એકપદ સંકર અલંકાર થાય છે. વૃત્તિ(પૃ. ૪૦૧)માં ગ્રંથકારે આને માટે એકપદાનુપ્રવિષ્ટ શબ્દપ્રયોગ કર્યો છે : મન્ત્રપાનુપ્રવિણી પનુBI | મમ્મટે “સંસૃષ્ટિ' અને “સંકર' જુદા નિરૂપ્યા છે અને “સંકર'ના ૧. અંગાંગિભાવ સંકર, ૨. સંદેહસંકર અને ૩. એકાનુપ્રવેશસંકર એવા ત્રણ પ્રભેદ બતાવ્યા છે. પણ હેમચન્દ્રાચાર્યે “સંકર’માં જ મમ્મટના “સંસષ્ટિ' અલંકારનો તથા “સંકર” અંલકારના ઉપરોક્ત ત્રણે ભેદનો સમાવેશ કર્યો છે(જુઓ કા. પ્ર. ૧૦.૧૩૯; ૧૪૦-૧૪૧). આમ શબ્દના તથા અર્થના અલંકારો - એટલે કે, શબ્દાલંકારો તથા અર્થાલંકારોનું નિરૂપણ પૂરું થાય છે. શબ્દાલંકાર અને અર્થાલંકારનો ભેદ કેમ સમજાય? બધા જ શબ્દના તથા અર્થના અલંકારો કાવ્યનું ચારુત્વ વધારે છે એ ખરું; પણ કાવ્યમાં કયો અલંકાર શબ્દનો છે, એટલે કે શબ્દાલંકાર છે, અને જ્યો અલંકાર અર્થનો છે, એટલે કે અર્થાલંકાર છે એનો નિર્ણય કેવી રીતે કરવો ? બીજા શબ્દોમાં, કયો અલંકાર શબ્દાલંકાર છે અને કયો અલંકાર અર્થાલંકાર છે એ સમજાય કેવી રીતે? કારણ કે, દરેક અલંકારમાં શબ્દ અને અર્થ તો હોવાના જ – શબ્દ અને અર્થ મળીને જ “કાવ્ય-શરીર’ થાય છે. આનું સરસ સ્પષ્ટીકરણ શ્રી હેમચન્દ્રાચાર્યે છઠ્ઠા અધ્યાયની વૃત્તિનો ઉપસંહાર કરતાં આપ્યું છે. | હેમચન્દ્રાચાર્ય કહે છે કે, અગાઉ નિર્દેશ કર્યો છે તે મુજબ માત્ર અલંકારો જ નહિ, પણ ગુણ અને દોષનો નિર્ણય કરવામાં અન્વય અને વ્યતિરેકની પદ્ધતિ જ કારગત નીવડે છે. એટલે કે, કાવ્યનો કોઈ દોષ, ગુણ કે અલંકાર, શબ્દનો છે કે અર્થનો એનો ચોક્કસ નિર્ણય અન્વય - વ્યતિરેકની તાર્કિક પદ્ધતિથી થાય છે. ૫૪૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy