SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચાર પ્રકારે, ઉપર વર્ણવેલા જુદા જુદા અલંકારોનું, એકત્ર, વાક્યમાં અથવા વાક્યર્થમાં, અવસ્થાન, તે સંકર અલંકાર.૪૬ આ (સંકર) અલંકારમાં, અલંકારોનું સ્વરૂપ સંકીર્ણ કે મિશ્રિત હોય છે તેથી તેને “સંકર' અલંકાર કહે છે : સંર્વમળસ્વરૂત્વાલં તાત્પર્ય એ કે જ્યારે એક શ્લોકમાં બે કે બેથી વધારે, શબ્દાલંકાર કે અર્થાલંકાર સાથે આવ્યા હોય ત્યારે તે સંકર અલંકાર કહેવાય છે. કેટલીક વખત આ અલંકારો એક શ્લોકમાં સાથે રહેલા હોય પણ તે એકબીજાથી સ્વતંત્ર(પરસ્પર નિરપેક્ષ) હોય; જેમ કે, શિશુપાલવધ(૬.૧૪)ના સુપીરમનોમ એ શ્લોક(ઉદા. ૬૬૩)માં, અનુપ્રાસ અને યમક એ બે શબ્દાલંકારો, એકબીજાથી સ્વતંત્ર રીતે, રહેલા છે તેથી સંકર અલંકાર છે. આ પહેલા પ્રકારનો સંકરાલંકાર છે. પણ મૃચ્છકટિક(૧.૩૪)ના “નિમ્પતીવ તમોડનિ વર્ષતીવાનું નામ ' એ જાણીતા શ્લોક(ઉદા. ૬૬૪)માં ઉભેલા અને ઉપમા એ બે અર્થાલંકારો, એકબીજાથી સ્વતંત્ર રીતે રહેલા છે; તેથી ત્યાં, અર્થાલંકારોનો સંકર થયો છે. મમ્મટના મતે આ પ્રકારનો સંકર અલંકાર, સંસૃષ્ટિ કહેવાય છે(કા.પ્ર. ૧૦.૧૩૯). આમ હેમચન્દ્રાચાર્ય, પોતાના સંકર-અલંકારમાં, મમ્મટનો સંસૃષ્ટિ અલંકાર સમાવી લે છે. સંસૃષ્ટિ'માં તિલ-તસ્કૂલન્યાયે અલંકારોનું મિશ્રણ હોય છે; જ્યારે “સંકર’માં નીરક્ષીરજાયે કે સમવાયભાવથી, એક જ પદ્યમાં, અલંકારો સાથે રહેલા હોય છે. હેમચન્દ્રાચાર્યે દર્શાવેલા સંકરાલંકારના બીજા પ્રકારમાં બે કે વધારે અલંકારો પરસ્પરોપકારિભાવે કે અંગાગિભાવે રહેલા હોય છે. એટલે કે બે અલંકારોમાંથી એક મુખ્ય(અંગી) હોય છે અને બીજો ગૌણ(અંગ) હોય છે. આમ, અંગરૂપ અલંકાર, મુખ્ય (અંગી) અલંકારને ઉપકારક થાય છે - ૩પરત્વમ્ બમ્. આમ આ પ્રકારમાં, એક અલંકારને લીધે જ બીજો અલંકાર સંભવે છે. દા.ત. ઉદા. ૬૬૬ (ન્યૂનમ્ એ શ્લોક). આ શ્લોકમાં અતિશયોક્તિ(મુખ્ય) અને તેને લીધે સંભવતો બ્રાન્તિ(ગૌણ) એ બે અલંકારો અંગાંગિભાવે રહેલા છે. બ્રાન્તિ’ની મદદથી જ “અતિશયોક્તિ ચમત્કાર પેદા કરે છે. ત્રીજા પ્રકારના સંકરાલંકારમાં, કાવ્યમાં કયો અલંકાર છે તેનો નિર્ણય થઈ શકતો નથી; કારણ, કાવ્યના શબ્દો બે કે વધારે અલંકારો દર્શાવે છે. પણ શ્લોકનો સંદર્ભ કે પૂર્વાપરસંબંધ આપેલો ન હોવાથી, અલંકારનો નિર્ણય કરવામાં ૫૪૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy