SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌણ ઉપચાર(ગૌણી લક્ષણા)માં સાદશ્યનો ખ્યાલ રહેલો હોવાથી વૈચિત્ર્ય હોય છે. પણ જ્યાં સાદૃશ્ય-પ્રતીતિ નથી હોતી ત્યાં વૈચિત્રનથી જ હોતું.અને રુદ્રટે(૭.૮૩) હેતુના ઉદાહરણ તરીકે ટાંકેલા વિરમવિશ્વાસ: એ શ્લોક(ઉદા. ૫૭૦)માં કાવ્યત્વ છે તે કોમળ વર્ષોના અનુપ્રાસના મહિમાથી છે; નહિ કે હેતુ અલંકાર માનવાથી. ઉપરોક્ત “આયુષ્ય ઘી છે... ઇત્યાદિ શ્લોક નમિસાધુએ રુદ્રટના કાવ્યાલંકાર પરની પોતાની ટીકામાં નોંધ્યો છે(રુદ્રટ ૭.૮૨ પરની ટીકા). મમ્મટે કારણમાલા” અલંકારના(૧૦.૧૨૦)વિવરણદરમિયાન હેતુઅલંકારનો અસ્વીકાર કર્યો છે અને વૃત્તિમાં ઉપરોક્ત શબ્દોમાં જ એની કડક આલોચના કરી છે જે અહીં વિવેક(પૃ. ૩૯૮)માં પણ જોવા મળે છે. મમ્મટ પોતાના કાવ્યલિંગ અલંકારને જ ‘હેતુ’ કહે છે; ×ટપ્રણીત હેતુને હેતુ માનતા નથી. | મમ્મટની “કારણમાલા' અલંકારની વ્યાખ્યા છે : “કહેલી વસ્તુઓમાંથી દરેક આગળની વસ્તુ, પાછળની વસ્તુનું કારણ બને છે ત્યારે કારણમાલા અલંકાર થાય છે” (કા. પ્ર. ૧૦.૧૨૦). ૨૯. સંકર અલંકાર (૬.૩૧) જુદા જુદા (અઠ્ઠાવીસ) અર્થાલંકારોનું વિવરણ કર્યા પછી, હવે શ્રી હેમચન્દ્રાચાર્ય સંકર નામના છેલ્લા (ઓગણત્રીસમા), વિશિષ્ટ અલંકારનું નિરૂપણ કરે છે ? સ્વાતંત્ર્યોત્વસંશપરેશાત્ર સ્થિતિ સંવ. I (૬.૩૧). અર્થાત્ “ઉપર વર્ણવેલા બધા અલંકારોની ૧. સ્વાતંત્ર્ય, ૨. અંગત્વ, ૩. સંશય અને ૪. ઐકપદ્ય – આ ચારમાંથી કોઈ પણ પ્રકારથી, એકત્ર સ્થિતિ, તે સંકર-અલંકાર” ૧. એકબીજાની અપેક્ષા વગર રહેવું તે સ્વાતંત્ર્ય છે. ૨. એકબીજાને ઉપકારક થવું તે અંગત્વ છે. ૩. એક અલંકાર વાક્યમાં છે એમ સ્વીકારવામાં અને બીજો અલંકાર એ વાક્યમાં નથી એવો ત્યાગ-નિષેધ કરવામાં, સાધક અથવા બાધક પ્રમાણ ન મળવાથી, જે નિર્ણયનો અભાવ રહે તે સંશય (કે સંદેહ) છે. ૪. એક જ શબ્દ (પદ) કે સમાસમાં શબ્દાલંકાર તથા અર્થાલંકારનો સમાવેશ થવો તે ઐકપદ્ય છે. ૫૪૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy