SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતીયમાન(વ્યંગ્ય) હોય છે. આમ પરિસંખ્યાના ચાર પ્રકારો થાય છે.” આ બધાનાં ગ્રંથકારે ઉદાહરણો આપ્યાં છે. નોંધપાત્ર છે કે, હેમચન્દ્રાચાર્યે મમ્મટના ઉત્તર અલંકારને માન્ય રાખ્યો નથી અને “સાર' અલંકારને પરિસંખ્યા અલંકારમાં સમાવી લીધો છે(જુઓ કાવ્યપ્રકાશ ૧૦.૧૨૧; ૧૨૩); અને મમ્મટના ઉત્તરાલંકારના બે ઉદાહરણશ્લોકો(૬પ૪; ૬૬૦) તથા સારાલંકારનો ઉદાહરણશ્લોક(૬પ૭; રુદ્રટ ૭.૯૭), અહીં પરિસંખ્યાના દાખલારૂપે રજૂ કર્યા છે(વૃત્તિ પૃ. ૩૯૬; વિવેક, પૃ. ૩૯૫). ૨૮. કારણમાલા અલંકાર (૬.૩૦) થોત્તર પૂર્વસ્થ હેતુત્વે IRMમાતા II (૬.૩૦) અર્થાત્ “જ્યાં પૂર્વ-પૂર્વની વસ્તુ, ઉત્તરોત્તર (તે પછીની) વસ્તુઓનું કારણ છે એમ સાંકળરૂપે દર્શાવ્યું હોય ત્યાં કારણમાલા અલંકાર થાય છે.” ટૂંકમાં, પછી આવતા પદાર્થોનું, પહેલાં આવતો પદાર્થ કારણ છે એમ જ્યાં કહેવામાં આવે છે ત્યાં કારણમાલા અલંકાર થાય છે; દા.ત. “ગરીબ શરમાય છે; શરમથી નમાલો બને છે; નમાલો થવાથી અપમાન પામે છે; અપમાન થવાથી તે નિર્વેદ પામે છે; નિર્વેદ થવાથી તે દુઃખી થાય છે; દુઃખી થવાથી તેને બુદ્ધિ તરછોડે છે; અને બુદ્ધિહીન થવાથી તે નાશ પામે છે. અરેરે, ગરીબી એ બધી આપદાઓનું સ્થાન છે” (ઉદા. ૬૬૨, મૃચ્છકટિક ૧.૧૪). નર્યું કારણ કહેવાથી કંઈ જ સુંદરતા સધાતી નથી પણ નવું કારણ(Rળમાત્રમ્)કહેવાથી કશું સૌંદર્ય ઊપજતું નથી, તેથી એ રીતે થતા હેતુ અલંકારને જુદો અલંકાર ન માનવો. કારણ માત્ર એટલે ધુમાડો અગ્નિનું કારણ છે એવી રીતે કહેવું છે. એમાં હૃદ્યત્વ(રમણીયતા) નથી. આવે ઠેકાણે જે હૃઘત્વ હોય છે તે હેતુનું નહિ પણ બીજા અનુમાન, રૂપક વગેરે શ્લોકગત અલંકારોનું હોય છે. આ રીતે હેતુ અલંકાર નથી અને તેની માફક કાવ્યલિંગ પણ બાકાત થઈ જાય છે. રુદ્રટે(૭.૮૨) “જ્યાં કાર્યની સાથે કારણનું ઐક્ય કહીને (કાર્યરૂપે કારણનો) નિર્દેશ કર્યો હોય ત્યાં હેતુ નામનો સ્વતંત્ર અલંકાર થાય છે?(અવતરણ-૧૬૬) એવી જે હેતુની વ્યાખ્યા આપી છે તેવો હેતુ પણ અસ્વીકાર્ય છે. કેમ કે, “આયુષ્ય ઘી છે, નદીસ્નાન પુણ્ય છે, ચોર ભય છે, પ્રિયા સુખ છે, જુગાર વેર છે, ગુરુ જ્ઞાન છે અને બ્રાહ્મણ કલ્યાણ છે” એવા રૂપનો ઝૂંટનો હેતુ અલંકાર કદાપિ ભૂષણરૂપ બનતો નથી; કારણ કે એમાંવૈચિત્ર્યનથી, સુંદરતા નથી. ૫૪૬ ક.
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy