SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ (પદાર્થો) અને અસત્ (પદાર્થો)ના યોગ(સંબંધ, જોડાણ)થી ત્રણ પ્રકારનો થાય છે. નમિસાધુએ આ ત્રણ પ્રકારો આમ બતાવ્યા છે : ૧. બે સત્ પદાર્થોનું એકીસાથે વર્ણન. ૨. બે અસત્ પદાર્થોનું એકીસાથે વર્ણન; અને ૩. સત્ અને અસત્ પદાર્થોનું એકીસાથે વર્ણન. આને જ હેમચન્દ્રાચાર્યે વિવેકમાં સદ્યોગ, અસદ્યોગ અને અસત્યોગ એવી ત્રણ સંજ્ઞાઓથી નિર્દેશ્યો છે(જુઓ ઉપર). આ બધાનું એકીસાથે વર્ણન દર્શાવવા હેમચન્દ્રાચાર્યે સૂત્રમાં “યુગપ’ શબ્દ વાપર્યો છે. ૨૭. પરિસંખ્યા અલંકાર (૬.૨૯) પૃByટે વા બાપોદ જિ: સિંધ્યા . (૬.૨૯) અર્થાત્ “પૂછવામાં આવે કે ન આવે તોપણ જે અન્યને બાકાત રાખનારી ઉક્તિ છે તે પરિસંખ્યા અલંકાર કહેવાય છે. અલબત્ત, આવી ઉક્તિ કવિત્વસભર હોવી જોઈએ; કવિપ્રતિભાનો સ્પર્શ પામેલી હોવી જોઈએ. વિધિ, નિયમ અને પરિસંખ્યા એ મીમાંસકોના પારિભાષિક શબ્દો છે. વિધિ એ શાસ્ત્રાજ્ઞા છે; નિયમ એ વિકલ્પોમાંથી એકનું નિયંત્રણ છે; જ્યારે પરિસંખ્યા ઘણી બધી શક્ય વસ્તુઓમાંથી ફક્ત એક ઉપર નિયંત્રણ કરે છે - બીજી બાબતોને બાકાત રાખે છે. આમ પરિસંખ્યામાં નિષેધ જ મુખ્ય હોય છે. આથી જ હેમચન્દ્રાચાર્ય “પરિસંખ્યાનાત્ પરિસંખ્યા” એવો પરિસંખ્યા અલંકારના નામનો મર્મ સમજાવે છે. પરિસંખ્યા અલંકારમાં, પ્રશ્ન પૂછયો હોય ત્યારે, પ્રશ્ન ન પૂછયો હોય ત્યારે, અને પ્રશ્ન પૂછયો હોય કે ન પૂછયો હોય ત્યારે, કહેલી વસ્તુથી અન્ય વસ્તુનો નિષેધ (અન્યાપોહ) વ્યંગ્ય પણ હોય; અને વા પણ હોય. આમ આ અલંકારના, મમ્મટના મતે ચાર પ્રકાર થાય છે(કા. પ્ર. ૧૦.૧૧૮). ૧. પ્રશ્નપૂર્વકની વ્યંગ્યનિષેધ-વાળી પરિસંખ્યા, ૨. પ્રશ્નપૂર્વકની વાચ્યનિષેધવાળી પરિસંખ્યા ૩. પ્રશ્ન વગરની વ્યંગ્યનિષેધવાળી પરિસંખ્યા અને ૪. પ્રશ્ન વિનાની વાચ્યનિષેધવાળી પરિસંખ્યા. આ જ વાત હેમચન્દ્રાચાર્યું સૂત્ર ઓગણત્રીસ(૬.૨૯)ની વૃત્તિમાં કહી છે : ૧. પ્રશ્નપૂર્વક પરિસંખ્યા અને ૨. પ્રશ્ન વિનાની પરિસંખ્યા - આ બે પ્રકાર. આ બન્નેના પાછા બે પેટાપ્રકારો - ૧. ઉપમાનવાચ્ય હોય તે અને ૨. ઉપમાન છે ૫૪૫ ૩૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy