SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ‘કુળ, રૂપ, ઉંમર, વિદ્યા અને ધન-આને કેફ ચડાવે છે’ - આ સમુચ્ચયનો દાખલો છે. સમુચ્ચયના બીજા પ્રકારમાં, હેમચન્દ્રાચાર્ય બીજા ગ્રંથકારોનો ‘સમાધિ’ અલંકાર સમાવી લે છે(વિવેક પૃ. ૩૯૨-૯૩). મમ્મટે(૧૦.૧૨૫) સમાધિ અલંકારની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, ‘‘બીજું કારણ આવી જવાથી, જ્યાં કાર્ય સરળ થઈ જતું હોય ત્યાં સમાધિ અલંકાર થાય છે; જેમ કે, સ્ત્રીનું રૂસણું છોડાવવા નાયક તેને પગે પડવાની તૈયારીમાં હતો ત્યાં નસીબયોગે નાયકની મદદે મેઘ આવ્યો - મેઘગર્જના થઈ ! અહીં નાયિકાને મનાવવાનું કામ મેઘગર્જનાથી સરળ થયું; કારણ, ડરીને નાયિકા, નાયકને ભેટી પડી તેથી રૂસણું દૂર થઈ ગયું !’’ ‘વિવેક’(પૃ. ૩૯૨)માં ગ્રંથકારે નોંધ્યું છે કે, અહીં જુદી જુદી વસ્તુઓની કક્ષા સમાન ન હોય તે રીતે બધી વસ્તુઓનો સમુચ્ચય થાય છે. એટલે સમુચ્ચયનો આવો સામાન્ય સ્વરૂપનો અર્થ કરવાનો છે. આથી જ મમ્મટનો સમાધિ અલંકાર સમુચ્ચયમાં આવી જાય છે. નહિતર મમ્મટે સમાધિનો જે દાખલો રજૂ કર્યો છે તે શ્લોક – માનમસ્યા નિરાન્તુમ્ (આનો ભાવાર્થ ઉ૫૨ આપ્યો છે), તુલ્યકક્ષાત્વના અભાવથી સમુચ્ચ થાય નહીં; પણ અહીં ઉદા. ૬૪૮માં એ શ્લોક સમુચ્ચયન્તં દૃષ્ટાન્ત બન્યો છે. આ શ્લોક કાવ્યાદર્શ(૨.૨૯૯)નો છે. આ ‘સમુચ્ચય’, સદ્યોગ, અસદ્યોગ અને સદ્-અસદ્યોગ વડે થાય છે. એનું જુદું લક્ષણ કર્યું નથી. ઉદા. ૫૬૩માં સદ્યોગ છે; ઉદા. ૬૪૭ (વૃત્તિ)માં અસદ્યોગ છે; અને ઉદા. ૫૬૪માં સદ્-અસદ્-યોગ છે. સૂત્ર(૬.૨૮)માં મુક્તિ યાજ્ઞ (એકીસાથે ગુણ અને ક્રિયાનો નિર્દેશ કરવો) એમ કહ્યું છે. આ સંદર્ભમાં રુદ્રટે(૭.૨૭)‘જેમાં ભિન્ન સ્થાનોમાં રહેલાં ગુણ અને ક્રિયા એક જગ્યાએ, એક જ સમયે આવે તેને સમુચ્ચય અલંકાર કહે છે’ એ કારિકામાં (અવતરણ-૧૬૪), ‘વ્યધિકરણે’ એમ; અને ‘એક જ સ્થળમાં’ એમ; જે કહ્યું છે તેમ કહેવું ન જોઈએ; કારણ, ‘તલવાર ફેરવે છે ને કીર્તિ મેળવે છે’ (ઉદા. ૫૬૫) ઇત્યાદિમાં તથા ‘આપ રણભૂમિમાં હાથમાં તલવાર લીધેલા હો છો; અને દેવો, દેવભૂમિમાં, શાબાશી આપતા હોય છે’(ઉ.દા. ૫૬૬) ઇત્યાદિમાં, રુદ્રટે કહ્યું છે તેથી જુદું પણ જોવા મળે છે’” (વિવેક, પૃ. ૩૯૩). અહીં નોંધવું જોઈએ કે, રુદ્રટે કાવ્યાલંકારના સાતમા અધ્યાયની ઓગણીસમી કારિકામાં સમુચ્ચયની વ્યાખ્યા આપી છે અને કહ્યું છે કે આ સમુચ્ય અલંકાર ૫૪૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy