________________
વિષમના ભેદો દર્શાવ્યા છે. એમાંથી બીજા ભેદની વ્યાખ્યા ઉપર પ્રમાણે જ છે :
જયારે કર્તાને ક્રિયાના ફળની પ્રાપ્તિ તો ન થાય; પણ ઉપરથી, અનર્થ પ્રાપ્ત થાય (એ બીજો વિષમાલંકાર)”. મમ્મટના બીજા વિષમાલંકાર-ભેદોને હેમચન્દ્રાચાર્ય વિરોધાલંકારમાં સમાવી દીધા છે તેથી અહીં માત્ર એક જ ભેદનું નિરૂપણ કર્યું છે. જગન્નાથના વિષમ અલંકારમાં પણ, સારા ફળને બદલે અનિષ્ટ આવી પડે છે એવું વર્ણન હોય છે; જેમ કે ત્રિષ્યિતિ એ સુભાષિત. હેમચન્દ્રાચાર્યે દ્રુટ (૭.૫૫)નો સરસ શ્લોક (૩va૦) અહીં રજૂ કર્યો છે (ઉદા. ૬૪૪). ૨૫. સમ અલંકાર (૬.૨૭)
યોગ્યતા યોજી: સમન્ ! (૬.૨૭) જ્યારે પરસ્પર યોગ્ય પદાર્થોને સાથે લાવવામાં આવે ત્યારે સમ અલંકાર
થાય છે.
ઉત્કૃષ્ટ વસ્તુને માટે ઉત્કૃષ્ટ યોગ્ય છે; નિકૃષ્ટને માટે નિકૃષ્ટ યોગ્ય છે. આવો યોગ્ય સંબંધ જયાં હોય ત્યાં જરૂર ચમત્કૃતિ જણાય અને ત્યારે સમ અલંકાર થાય; દા.ત. રઘુવંશ(૬.૮)માં અજ અને ઇન્દુમતીની જુગલજોડી પ્રશંસાપાત્ર છે. આ સદ્યોગ છે તેથી પ્રશંસનીય છે; પણ “અસુદ્યોગ હોય તો નિંદામાં પરિણમે. ૨૬. સમુચ્ચય અલંકાર (૬.૨૮)
હેતી કાર્વે ચૈત્ર હેતુથનોવુિં ક્રિયાશ્વ સમુચ્ચય: I (૬.૨૮)
અર્થાત્ “૧. કોઈ પણ કાર્યનું એક કારણ(હેતુ) સાધક હોય છતાં બીજું કારણ (હેવંતર) કહી દેવું; ૨. બીજું કાર્ય કહેવાયું હોય છતાં બીજું કાર્ય બની ગયું છે એમ કહેવું; અને ૩. એકીસાથે ગુણ તેમ જ ક્રિયાનો નિર્દેશ કરવો - આ સર્વે સમુચ્ચય અલંકારના પ્રકારો છે.” ૧. ટૂંકમાં હેતુ હોય છતાં બીજા હેતુઓ આવે અને કાર્ય સાધવા કારણ હોય
ત્યાં બીજું કારણ આવી મળે અને કાર્ય સરળ થાય - આ પ્રથમ પ્રકારનો
સમુચ્ચય છે. ૨. એક કાર્ય થતું હોય ત્યાં અચાનક બીજું કાર્ય ઉપસ્થિત થાય - આ
. સમુચ્ચયને બીજો પ્રકાર. ૩. અને બે ગુણ, બે ક્રિયા કે ગુણ અને ક્રિયા સાથે કહેવામાં આવે તે
સમુચ્ચયનો ત્રીજો પ્રકાર.
૫૪૩